Ahmedabad News:ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાં જ આકાશમાં રંગબેરંગી પતંગોની ધૂમ જોવા મળશે, પરંતુ આ આનંદની વચ્ચે જીવલેણ ચાઈનીઝ દોરી (Chinese Rope)એ ફરી એકવાર માથું ઉચક્યું છે. ગુજરાત હાઈકોર્ટના વારંવારના કડક આદેશો અને સંપૂર્ણ પ્રતિબંધ છતાં, અમદાવાદ સહિત રાજ્યના બજારોમાં આ ઘાતક દોરીનું ગુપ્ત વેચાણ ચાલુ છે. વેપારીઓ પોલીસથી બચવા ‘સ્પેશિયલ મિક્સ’ કે ‘હાઈ કટ’ જેવા કોડવર્ડનો ઉપયોગ કરીને ગ્રાહકોને આ દોરી વેચી રહ્યા છે.

ગત વર્ષે ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરી (Chinese Rope)ના કારણે રાજ્યમાં અનેક કરુણ મોત થયા હતા. અહેવાલો અનુસાર, 14 અને 15 જાન્યુઆરી દરમિયાન ચાઈનીઝ દોરીથી ગળું કપાવાના કારણે 4 થી 6 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા. વડોદરા, અમદાવાદ, સુરત, આણંદ અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં આવી ઘટનાઓ સૌથી વધુ નોંધાઈ હતી. આ ઉપરાંત, હજારો પક્ષીઓ પણ આ દોરીના શિકાર બન્યા હતા.

ચાઈનીઝ દોરી (Chinese Rope)ને કારણે ઈમર્જન્સી કેસોમાં વધારો
ગત ઉત્તરાયણના મુખ્ય બે દિવસો દરમિયાન 108 ઈમર્જન્સી સેવાને હજારો કોલ આવ્યા હતા. કેટલાક અહેવાલોમાં 4,000 થી વધુ કોલનો ઉલ્લેખ છે, જેમાં મોટા ભાગના કેસ પતંગના દોરીથી થયેલી ઈજાઓ અને છત પરથી પડવાના હતા. વડોદરામાં સૌથી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં પણ 39થી વધુ દોરી સંબંધિત ઈમર્જન્સી કેસ આવ્યા હતા.હાઈકોર્ટે અગાઉ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “ઉત્સવ આનંદ માટે હોય છે, કોઈના પરિવારનો ચિરાગ ઓલવવા માટે નહીં.” કોર્ટે સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે માત્ર દરોડા પૂરતું નહીં, પરંતુ ચાઈનીઝ દોરી (Chinese Rope)ના સ્ત્રોત સુધી પહોંચીને તેને અટકાવવું જરૂરી છે.

2026ની ઉત્તરાયણ પહેલાં પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ડિસેમ્બરમાં ₹2.34 કરોડની ચાઈનીઝ દોરી (Chinese Rope) જપ્ત કરી છે, જ્યારે રાજ્યભરમાં અનેક દરોડા પાડીને કરોડોનો માલ કબ્જે કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે ડિસેમ્બર 2025માં ફરી કડક આદેશ આપીને વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધનો અમલ કરવા સુચના આપી છે.તેમ છતાં, બજારોમાં ગુપ્ત વેચાણ ચાલુ હોવાના અહેવાલો છે. વેપારીઓ કોડવર્ડ વાપરીને અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આ દોરી વેચી રહ્યા છે, જેના કારણે જોખમ વધી રહ્યું છે.
આ પણ વાંચો: જીવલેણ દોરી સામે ગુજરાત હાઈકોર્ટનો સખ્ત વલણ: ચાઈનીઝ દોરી-તુક્કલ હવે નહીં ચાલે!
આ પણ વાંચો: બનાસકાંઠામાં વધુ એક યુવાન બન્યો ચાઈનીઝ દોરીનો ભોગ
આ પણ વાંચો: પંચમહાલમાં ચાઈનીઝ દોરીએ લીધો આધેડનો જીવ
