વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિવાટેક સંમેલન (VivaTech)માં ભાગ લેતા ટેકનોલોજી અને ઇનોવેશનની ઉપલબ્ધતાઓ વિશે જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે જ્યારે કન્વેન્શન નિષ્ફળ જાય છે ત્યાં ઇનોવેશન ખૂબ જ કામ આવે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોના સંક્રમણ ના કારને ઉભા થયેલા અવરોધો વચ્ચે હાલમાં સ્વસ્થ્ય સુવિધાઓ અને અર્થવ્યવસ્થા ને દુરસ્ત કરવાની જરૂર છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્કયું હતું કે, ભારતનું યુવા ધન અતિસશક્ત છે. અને તેને કેટલીક જટિલ સમસ્યાઓનું ટેકનીકલી સમાધાન પણ શોધ્યું છે. આજ ભારતમાં 1.18 બિલિયન મોબાઇલ ફોન અને 775 મિલીયન ઇન્ટરનેટ યુઝર છે. તેમણે કહ્યું હતું કે વિશ્વના સૌથી વધુ અને સૌથી સસ્તા ડેટા યુઝરમાંથી એક છે. તેમણે કહ્યું હતું કે આરોગ્ય સેતુની અસરકારક કોન્ટ્રેક્ટ ટ્રેસિંગને ઇનેબલ કરવામાં આવી છે. આપણા કોવિન પ્લોટફોર્મ લાખો લોકોએ રસી માટે પોતાને રજીસ્ટર કર્યા છે તે તેનું જ્વલંત ઉદાહરણ છે.
‘ઇનોવેશન ના કરતા તો કોરોના સામે યુદ્ધ લડવું ખુબ અઘરું પડી જાત “
પીએમ ને કહ્યું કે જો આપણે ઇનોવેશન ના કરતા તો કોરોના સામેની લડાઈ બહુ નબળી પડી ગઈ હોત. આપણે આપનો આ ઉત્સાહ જાળવી રાખવો પડશે. જેથી કરી આગામી કોઈ પણ પડકાર ને ઝીલવા માટે અગાઉ થી જ તૈયાર રહી શકીએ. પીએમ મોદીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ વચ્ચે આધાર કાર્ડ લોકોને બહુ ઉપયોગી સાબિત થયું છે. લોકોને ફ્રી રાશન અને ઇંધણ આપવામાં આવ્યું હતું.
વિવા ટેક પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં કોવિડની 2 રસી બનાવવામાં આવી છે, કેટલાક વધુ રસીના વિકાસ અને પરીક્ષણ ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે હું પ્રતિભા, બજાર, મૂડી, પર્યાવરણ અને નિખાલસતાની સંસ્કૃતિના આ 5 સ્તંભોને આધારે ભારતમાં રોકાણ કરવા માટે વિશ્વને આમંત્રણ આપું છું. તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપ્સને આરોગ્ય સેવાઓ, પર્યાવરણમિત્ર એવી ટેક્નોલો.જી, કૃષિ, શિક્ષણ-તાલીમની નવી પદ્ધતિઓના ક્ષેત્રમાં સંભાવનાઓ શોધવાની રહેશે.
વિવાટેક એ યુરોપનો સૌથી મોટો ડિજિટલ અને સ્ટાર્ટઅપ પ્રોગ્રામ છે. વર્ષ 2016 થી ફ્રાન્સની રાજધાની પેરિસમાં દર વર્ષે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એપલના સીઇઓ ટિમ કૂક, ફેસબુક ચીફ અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને માઇક્રોસોફ્ટના વડા બ્રાડ સ્મિથ સહિત અન્ય કોર્પોરેટ હસ્તીઓ હાજર રહી હતી.
