કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 28 અને 29 ઓગષ્ટના રોજ તેઓ અમદાવાદ ખાતે આવશે. 28 ઓગષ્ટે સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં સીએમ સહિત ભાજપના નેતાઓ તેમનું ભવ્ય સ્વાગત કરશે. કલમ 370 દૂર કર્યા બાદ અમિત શાહનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે જેને લઇને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આગામી તારીખ 29 ઓગષ્ટના રોજ અમિત શાહ સવારે 10:15 કલાકે સાયન્સ સીટી રોડ, અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત મીલેનીયમ ટ્રી કાર્યક્રમના સમાપન પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ બેટરી સંચાલિત સીટીબસને પ્રસ્થાન કરાવશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
