Not Set/ તમિલનાડુમાં ગાજા વાવઝોડાએ કર્યા શ્રીગણેશ, ભારે વરસાદ અને ઝડપી હવાને લીધે નુકશાન

ગુરુવારે તમિલનાડુમાં ભારે એલર્ટ વચ્ચે શુક્રવારે રાત્રે આશરે ૧: ૪૦ વાગ્યે તમિલનાડુમાં ગજા વાવાઝોડું નાગાપટ્ટીનમ પહોચી ગયું છે . આ અસર દરમ્યાન હવાની ઝડપ આશરે ૯૦-૧૦૦ કિમી પ્રતિ કલાક નોંધાઈ છે. એટલું જ નહી પરંતુ ગાજા વાવાઝોડાને લીધે ઘણું નુકશાન પણ થઇ ગયું છે. Tamil Nadu: Trees uprooted and houses damaged in Nagapattinam in the […]

Top Stories India Trending

ગુરુવારે તમિલનાડુમાં ભારે એલર્ટ વચ્ચે શુક્રવારે રાત્રે આશરે ૧: ૪૦ વાગ્યે તમિલનાડુમાં ગજા વાવાઝોડું નાગાપટ્ટીનમ પહોચી ગયું છે . આ અસર દરમ્યાન હવાની ઝડપ આશરે ૯૦-૧૦૦ કિમી પ્રતિ કલાક નોંધાઈ છે. એટલું જ નહી પરંતુ ગાજા વાવાઝોડાને લીધે ઘણું નુકશાન પણ થઇ ગયું છે.

ગાજા તોફાને નાગાપટ્ટીનમ અને વેદારણયમમાં શ્રીગણેશ કરી દીધા છે. ગુરુવારે સાંજે તમિલનાડુ ના તટીય વિસત્રોમાં બહરે વરસાદ અને ઝડપી હવાની જોર રહ્યું હતું. ઝડપી હવાને લીધે ઘણી જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હતા. સાથે જ બીજું પણ ઘણું નુકશાન થયું હતું.

તમને જણાવી દઈએ કે આશરે ૬૦ હજાર થી વધારે લોકોને ૬ જીલ્લામાં આવેલા ૩૩૧ રાહત કેમ્પમાં પહોચાડવામાં આવ્યા છે.

ગાજા તોફાનને લઈને તમિલનાડુ તટ પર સાંજે જ આદેશ આપી દેવામાં આવ્યા હતા.

એનડીઆરએફની ટીમ તૈનાત 

એનડીઆરએફની ટીમને હાલ તૈનાત કરી દેવામાં આવી છે અને બીજા પણ ઘણા વિસ્તારમાં રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી વી નારાયણસામી એ આ તોફાનથી બચવા માટે વિવિધ જગ્યાએ તૈયારીઓ કરી દીધી છે.

શાળા અને કોલેજમાં પણ રજા

નાગાપટ્ટીનમ, તીરુવરરુર , કુદ્ડાલોર અને રામનાથપુરમ સહિત બીજા સાત જીલ્લામાં પણ સ્કુલ-કોલેજમાં રજા આપી દેવામાં આવી છે. સરકારે ખાનગી કંપનીઓને પણ પોતાના કર્મચારીને પાછા બોલાવી લેવા માટેની સુચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત સરકારે મોબાઈલ ઓપરેટર્સને ‘સેલ ઓન વ્હીલ્સ’ ફેરવવા માટે કહ્યું છે જેથી સાયક્લોન ગાજાથી અસરગ્રસ્ત વિસ્તારમાં ડીસ્ટર્બ થયા વગરનું મોબાઈલ કનેક્શન પૂરું પાડી શકાય. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ સરકારે વાત કરી રાખી છે પુરતો ઓઈલનો સ્ટોક રાખવા માટે જણાવ્યું છે .