Lifestyle/ જીન્સ અને જેકેટની ઝીપ જામ થઈ જાય તો શું કરશો? સરળ ટ્રિક્સથી કરી દો ઠીક ચપટીમાં.!

તમે પોતે જ, કોઈ દરજી પાસે ગયા વિના કેટલીક ઘરગથ્થુ ટ્રિક્સથી આ સાધારણ વસ્તુઓથી જ ગણતરીની મિનિટોમાં અટકેલી ઝીપ (Stuck Zipper) ઠીક કરી શકો છો…

Trending Tips & Tricks Lifestyle
Stuck Zipper...અજમાવો આ 4 ઘરગથ્થુ નુસખા...જાતે રીપેર કરો!

Lifestyle: જો ઝીપ જામ થયેલી હોય તો એને બળજબરીથી ખેંચવાની ભૂલ ન કરવી. તમે પોતે જ, કોઈ દરજી પાસે ગયા વિના આ સાધારણ વસ્તુઓથી જ ગણતરીની મિનિટોમાં અટકેલી ઝીપ (Stuck Zipper) ઠીક કરી શકો છો.

તમારું મનપસંદ જીન્સ કે જેકેટ પહેરતી વખતે અચાનક ઝીપ (Jeans Zip) અટકી જવી એ સામાન્ય સમસ્યા છે. એના કારણે ઘણી વાર ઈરિટેશન પણ થવા લાગે છે. આના અનેક કારણો હોઈ શકે છે…ઝીપની ગ્રીસિંગ ઓછી થવી, કચરો ફસાઈ જવાને લીધે અથવા એના દાંતા વાંકા થઈ જવા…ઘણી વાર લોકો જબરદસ્તી બંધ કરવાની કોશિશમાં એને જોર લગાવીને ખેંચે છે.

જામ થઈ ગયેલી ઝીપને જોરથી ખેંચવી

આ ચક્કરમાં ઘણી વાર ચેઈન કે એનું હૂક (Zipper or Hook) તૂટી જાય છે. આથી જો ઝીપ જામ થયેલી હોય તો એને બળજબરીથી ખેંચવાની ભૂલ ન કરવી. તમે પોતે જ, કોઈ દરજી (Tailor) પાસે ગયા વિના આ સાધારણ વસ્તુઓથી જ ગણતરીની મિનિટોમાં અટકેલી ઝીપ (Stuck Zipper) ઠીક કરી શકો છો…તો ચાલો જોઈએ એ માટેની કેટલીક ઘરગથ્થુ ટ્રિક્સ (Household tricks)…

અટકેલી ઝીપ ઠીક કરવાની ઘરગથ્થુ ટ્રિક્સ (Household tricks to fix a Stuck Zipper)

આ ચાર વસ્તુઓની મદદથી તમે અટકી ગયેલી કે જામ થઈ ગયેલી ઝીપને રીપેર કરી શકશો.

1. મીણબત્તી (Candle)

આ એક પરંપરાગત પદ્ધતિ છે. મીણનો ઉપયોગ વર્ષોવર્ષથી ઝીપને ઠીક કરવા માટે થતો આવ્યો છે. મીણ ઝીપના દાંતા વચ્ચે એક ચીકાશ ઉત્પન્ન કરે છે અને એને સ્મૂધ બનાવે છે. આ માટે સફેદ મીણબત્તી અથવા બાળકોના રંગીન ક્રેયોનને ઝીપના અટકી ગયેલા ભાગ પર ઘસવા. કપડા પર ડાઘ ન પડે એનું ધ્યાન રાખવું. એને લગાવ્યા પછી ઝીપને ધીરે-ધીરે હલાવવી, એ તરત જ ખૂલી જશે.

જામ થઈ ગયેલી ઝીપ માટે વેસેલીન

2. સાબુ અથવા વેસેલીન (Soap or Vaseline)

તમે ઘરમાં હાજર સાબુ અથવા વેસેલીનનો પણ ઉપયોગ કરી શકો છો. જો ઝીપ ઘણી જ સખત થઈ ગઈ હોય તો તમે બાથરુમમાં રાખેલા સાબુની સહાયતા અથવા વેસેલીનનો યુઝ કરીને એને સ્મૂધ બનાવી શકો છો. આ માટે એક રુનું પૂમડું અથવા આંગળી વડે વેસેલીન, પેટ્રોલિયમ જૅલી અથવા લિક્વિડ સોપને ઝીપના દાંતા પર લગાવવું. એ લગાવ્યા બાદ ઝીપનું રનર ધીમે-ધીમે આગળ-પાછળ કરવું. ચીકાશથી ઝીપ આસાનીથી કામ કરવા લાગશે.

3. કોપરેલ અથવા સરસવનું તેલ (Coconut Oil or Mustard oil)

ઝીપને ઠીક કરવા માટે કોપરેલ અથવા સરસિયાનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે રુ લઈને 1-2 ટીપાં તેલ લગાવવા અને એને ફક્ત ઝીપના દાંતા ઉપર હળવેથી લગાવવું. કપડું તેલવાળું ન થાય એનું ધ્યાન રાખવું. ત્યાર બાદ ઝીપ સ્મૂધ થઈ કે નહિં એ ચેક કરવું.

જામ થઈ ગયેલી ઝીપ માટે પેન્સીલ

4. પેન્સીલ ગ્રેફાઈટ (Pencil Graphite)

પેન્સીલની અંદર રહેલુ ગ્રેફાઈટ એક અફલાતૂન લ્યુબ્રીકન્ટ સાબિત થશે. એની મદદથી તમે સરળતાપૂર્વક ઝીપને ઠીક કરી શકો છો. આ માટે તમારે કોઈ પણ પેન્સીલ લેવી અને એની અણીને ઝીપના દાંતા ઉપર સારી રીતે ઘસવી અને પછી રનરને ધીમે-ધીમે ઉપર-નીચે સરકાવવાનો પ્રયત્ન કરવો. ગ્રેફાઈટ ઝીપના ઘર્ષણને ઓછું કરે છે અને ઝીપ આરામથી સ્મૂધ બનીને ચાલવા લાગશે.

અંતે આ બધા પ્રયાસોથી પણ ઝીપ સરખી ન થાય તો એને દરજી પાસે લઈ જવી યોગ્ય રહેશે.


આ પણ વાંચો : નાના વોર્ડરોબમાં ઠૂંસીને કપડા ભરો છો? અજમાવો આ 7 ટ્રિક્સ…કબાટ ટિપટોપ બનાવો..!

આ પણ વાંચો : વરસાદમાં તાળામાં કાટ લાગી ગયો છે? અજમાવો આ 6 સરળ ટિપ્સ…વર્ષો સુધી નવા રહેશે!

આ પણ વાંચો : વોશિંગ મશીનમાં ઓશીકું કેવી રીતે ધોવું? આ ટિપ્સથી ઓશીકાના જીદ્દી ડાઘ મિનિટોમાં થઇ જશે સાફ!