Lifestyle: કુટુંબના તમામ સભ્યોના કપડા મૂકવા માટે જો તમારા ઘરમાં ફક્ત એક જ કબાટ હોય અને એના કારણે તમારા ઘરમાં કપડા વિખરાયેલા અને અસ્તવ્યસ્ત પડ્યા રહેતા હોય તો ચિંતા ન કરશો! અહિં તમારા વોર્ડરોબ માટે કેટલીક ટિપ્સ (Wardrobe Tips) લઇને આવ્યા છીએ…જેમને ફૉલો કરીને તમે તમારા કબાટને ટિપટોપ બનાવી શકો છો.
જો તમારા વોર્ડરોબને ખોલતાવેંત તમારા પર કપડાનો પહાડ તૂટી પડતો હોય એવું લાગતું હોય અને એ કારણે જ તમે તમારા મહેમાનો સામે કબાટ ખોલતા અચકાતા હો તો હવે ફિકર છોડી દો….આમાં મોટાભાગે પ્રોબ્લેમ વોર્ડરોબનો નથી હોતો પણ એમાં કપડાની ગોઠવણીનો હોય છે!
વોર્ડરોબનું સ્માર્ટ પ્લાનિંગ (Wardrobe Tips)
તમારા નાનકડા વોર્ડરોબમાં તમામ કપડા ફિટ થઈ જશે અને થોડી સ્માર્ટ પ્લાનિંગથી તમે આ કરી શકશો. તો ચાલો હવે વધુ વિલંબ ન કરતા તમને નાના કબાટમાં વધુ કપડાં રાખવાની સરળ ટિપ્સ (Cloths Tips) દર્શાવીશું જેમની સહાયતાથી તમે નાનકડા કબાટમાં વધુ કપડાં સરસ રીતે ગોઠવી શકશો.
1. કપડાં વાળવાની રીત બદલો (Fold Cloths Vertically)
મોટાભાગે લોકો કપડાને એક ઉપર એક ગડી કરીને રાખે છે એના બદલે કપડાં વર્ટિકલ ફોલ્ડ કરીને રાખો અર્થાત્ ઊભા કપડાં ગોઠવો. જેથી એકસાથે તમામ કપડાં દેખાશે અને નીચેના કપડાં કાઢવા માટે બધા કપડાં ફેંદવા નહિં પડે
2. એક હેંગર પર રાખો અનેક કપડા (Hang Multiple Cloths on one hanger)
જો તમારા વોર્ડરોબમાં હેંગિંગ સ્પેસ ઓછી છે તો મલ્ટી લેટર હેંગરનો વપરાશ કરી શકો છો. એમાં એક જ હેંગર પર કેટલાયે કપડાં હેન્ગ કરી શકાય છે. તમે શર્ટ, ટૉપ, સ્કાર્ફ અથવા તો હળવા કપડાને આ જ રીતે યોગ્ય રીતે લટકાવી રાખી શકો છો. આમ કરવાથી રૉડ પરની ખાલી જગ્યાનો વપરાશ થઈ જશે.

3. દરવાજાની જગ્યાનો ઉપયોગ કરો (Use Door Space)
કબાટના ખાનાઓ જ નહિં પરંતુ એનો દરવાજો પણ સ્ટોરેજ માટે ઉપયોગમાં લઈ શકાય છે. તમે નાના હૂક કે ઓર્ગેનાઈઝર લગાવીને સ્કાર્ફ, બેલ્ટ, ટાઈ અને નાની બેગ વગેરે લટકાવીને રાખી શકો છો. અહિં તમે તમારા દુપટ્ટાઓને પણ લટકાવી શકો છો.
4 સિઝનના કપડા અલગ રાખો (Seasonal Cloths Arrangement)
દરેક સિઝનના કપડાને કબાટમાં રાખવા યોગ્ય નથી…ગરમીની સિઝનમાં ભારે જેકેટ, સ્વેટર અને ઊનના કપડાં અલગ સ્ટોરેજ બૅગમાં મૂકવા. આ જ પ્રમાણે ઉનાળાના અતિ પાતળા કપડાંને શિયાળામાં અલગ બૅગમાં મૂકી દેવા. આમ કરવાથી દરરોજના કપડા માટે સ્પેસ મળી રહેશે. નવરાત્રીના ચણીયાચોળીને તમે અલગ બૅગમાં મૂકીને પેટી પલંગમાં કે કોઈ બૉક્સમાં મબકી શકો છો.
5. નાના કપડા માટે એક બોક્સ રાખો (Put Box for Small Cloths)
મોટાભાગે લોકો રુમાલ, સ્ટૉલ અને અન્ય નાના કપડાંને સીધા જ કબાટમાં મૂકે છે પરંતુ એના કારણે આખા વોર્ડરોબમાં ઘણી જગ્યા વપરાય છે. આમ કરવાના બદલે તમે કોઈ ડિવાઈડર કે ઓર્ગેનાઈઝિંગ બૉક્સનો ઉપૉોગ કરી શકો છો. જેથી એક જ સ્થાને વધુ સામાન રાખી શકાય છે.

6. વેક્યૂમ બેગ્સ વાપરો (Use Vacuum Bags)
ઘણા મોટા, ભારે અને ઓછા વપરાતા કપડાને વેક્યુમ સ્ટોરેજ બૅગ વાપરી એમાં ભરી દેવા. એમાંથી હવા નીકળી જાય પછી વૉલ્યુમ ઘણું જ ઓછું થઈ જતા એમને બેડ નીચે અથવા તો
કબાટની ઉપર આરામથી મૂકી શકાય.
7. સૌથી અગત્યનું કપડાનું વર્ગીકરણ કરવું (Classify Cloths)
કબાટમાં કપડાને ગોઠવતા પહેલા એને યોગ્ય રીતે વર્ગીકૃત કરવા અત્યંત જરુરી છે. તમે એવા કપડાને અલગ કરી લો જેમને તમે ક્યારેક જ પહેરો છો. આ ઉપરાંત, જે ખરાબ થયેલા કે ઘણા મહિનાઓથી ન વપરાતા કપડાને કે ફિટ ન બેસતા કપડાને કબાટમાંથી દૂર કરવા જ હિતાવહ છે. એનાથી તમને એક્સ્ટ્રા કપડા મૂકવા માટે ખાલી જગ્યા મળી રહેશે.
