સામાન્ય રીતે એવું સંભાળવામાં આવે છે કે છોકરાઓને દર્દ નથી થતું, તેઓ ક્યારેય રડતા નથી અને તેઓ ડરતા પણ નથી. પરંતુ આ એક જૂઠાણું છે કેમ કે છોકરાઓ પણ આ પાંચ વસ્તુઓથી ડરતા હોય છે.

નપુંસકતા
છોકરીઓ હંમેશા ડર રાખે છે કે તે તેના સાથીને ખુશ રાખવા માટે સક્ષમ છે કે કેમ? તે જ રીતે, છોકરાઓ પણ તણાવમાં રહે છે કે તે તેના સાથીને સંતોષવા સક્ષમ છે કે કેમ.જયારે છોકરીઓને ચિંતા હોય છે કે તેઓ 30 વર્ષ કે તેથી વધુ ઉંમર પછી ગર્ભવતી થશે કે કેમ, તેવી જ રીતે છોકરાઓ નપુંસકતાને લઇ ને ડરતા રહે છે.

કમિટમેન્ટ
લગભગ બધાજ છોકરાઓ કમિટમેન્ટ થી દૂર ભાગે છે. તેઓને લાગે છે કે સંબંધમાં બંધાય ગયા પછી તેમની સ્વતંત્રતા ખોવાઇ જશે. પરંતુ બીજી તરફ, તેઓ પણ દ્વિધામાં હોય છે કે તેઓની પોતાની ગર્લફ્રેન્ડ અથવા પત્ની છોડીને જતી ના રહે. આ જ કારણથી છોકરાઓ ભલે કમિટમેન્ટથી દૂર ભાગે, પરંતુ તેઓ પત્ની અને ગર્લફ્રેન્ડ્સથી આ અપેક્ષા રાખે છે.

વૃદ્ધાવસ્થા
ફક્ત છોકરીઓ જ નહિ, છોકરાઓ પણ તેમના દેખાવ અને યુવાનીથી ચિંતિત હોય છે. ટાલ પડવી, સફેદ વાળ અને કરચલીઓથી તે એટલું જ ડરે છે, જેટલું છોકરીઓ ડરે છે.

બાળક
છોકરીઓને ડર હોય છે કે બાળકના ઉછેરના કારણે તેમને તેમની નોકરીમાં સમાધાન કરવું પડશે. તેવી જ રીતે, પુરુષો હંમેશા ડરતા હોય છે કે તેઓ તેમની પત્નીની અને બાળકોની યોગ્ય રીતે કાળજી લઇ શકશે કે નહિ. આ કારણે, ઘણા છોકરાઓ લગ્ન પણ નથી કરતા.

પૈસા
સંશોધન મુજબ, પુરુષો વૃદ્ધાવસ્થામાં બીજા પર નિર્ભર રહેવાનો ડર રાખે છે. એટલું જ નહીં, તે હકીકતમાં હંમેશાં તણાવમાં રહે છે કે તેના પરિવાર માટે ઘર, બૅન્ક બેલેન્સ અને સુખ સુવિધા માટેની તમામ સગવડ મળી રહે. આ માટે, તે નોકરી અથવા વ્યવસાય પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરે છે.
