Not Set/ મેયરને વિદાય આપવા કોર્પોરેટર દ્વારા ફોટો સેશન, કોંગ્રેસે વિરોધ પણ કર્યો અને ફોટો સેશનમાં લીધો ભાગ

અમદાવાદ, મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. આ સમયે બહુચર્ચિત મનપાનાં મેયરને વિદાય આપવા કોર્પોરેટરો દ્વારા ફોટો સેશન રાખવામાં આવ્યું હતું. ત્યારે વિકાસના પ્રોજેક્ટ માટે નાણાં ન હોવાની બૂમ વચ્ચે યોજાયેલા આ ફોટો સેશનમાં મેયર સહિતનાં કોર્પોરેટરો બ્લેઝરમાં જોવા મળ્યા હતા. વિપક્ષનાં કોર્પોરેટર દ્વારા આ મુદ્દે વિરોધ તો કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસનાં […]

Gujarat Surat Trending

અમદાવાદ,

મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. આ સમયે બહુચર્ચિત મનપાનાં મેયરને વિદાય આપવા કોર્પોરેટરો દ્વારા ફોટો સેશન રાખવામાં આવ્યું હતું.

ત્યારે વિકાસના પ્રોજેક્ટ માટે નાણાં ન હોવાની બૂમ વચ્ચે યોજાયેલા આ ફોટો સેશનમાં મેયર સહિતનાં કોર્પોરેટરો બ્લેઝરમાં જોવા મળ્યા હતા.

વિપક્ષનાં કોર્પોરેટર દ્વારા આ મુદ્દે વિરોધ તો કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસનાં કોર્પોરેટરો પણ બ્લેઝર પહેરીને ફોટો પડાવતાં જોવા મળ્યા હતાં.

આમ વિરોધ વચ્ચે તમામ કોર્પોરેટર એક ફોટો સેશન માટે પાલિકાનાં પૈસે બ્લેઝરનાં માપ આપી આવ્યા હતાં અને બ્લેઝર પહેરીને તૈયાર થઈને ફોટો સેશન કરાવ્યું હતું. કોંગ્રેસનાં એક કોર્પોરેટર દિનેશ કાછડિયા બ્લેઝર પહેર્યા વગર ફોટો સેશન કરાવ્યું હતું.