Not Set/ પીએમ મોદીના ફિટનેસ વીડિઓ પર બન્યા મીમ: લોકોએ કર્યા ટ્રોલ

ખેલમંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડ દ્વારા શરુ કરવામાં આવેલા ફિટનેસ ચેલેન્જનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યા બાદ બુધવારે પીએમ મોદીએ ટ્વીટર પર એક વીડિઓ શેર કર્યો હતો. જેમાં પીએમ મોદી કેટલાક યોગાભ્યાસ કરતા નજરે ચડે છે. જોકે આ વીડિઓને સોશિયલ મિડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ઘણાં લોકોએ ફની મીમ પણ બનાવ્યા છે. કેટલાક લોકોએ […]

Top Stories India

ખેલમંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડ દ્વારા શરુ કરવામાં આવેલા ફિટનેસ ચેલેન્જનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યા બાદ બુધવારે પીએમ મોદીએ ટ્વીટર પર એક વીડિઓ શેર કર્યો હતો. જેમાં પીએમ મોદી કેટલાક યોગાભ્યાસ કરતા નજરે ચડે છે. જોકે આ વીડિઓને સોશિયલ મિડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

ઘણાં લોકોએ ફની મીમ પણ બનાવ્યા છે.

કેટલાક લોકોએ તો ટ્રમ્પ અને કીમની મુલાકાત સાથે ફોટોને જોડી દીધો હતો.

જયારે કેટલાક લોકોએ પીએમના વિદેશ પ્રવાસ પર કટાક્ષ કર્યો હતો.

જણાવી દઈએ કે વીડિઓમાં પ્રધાનમંત્રી યોગાભ્યાસ કરતા દેખાઈ રહ્યા છે. આ સાથે પીએમએ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને ખેલાડી મનીકા બત્રાને નોમીનેટ કર્યા છે.

પીએમ મોદીનો એકસરસાઈઝ કરવાનો દેશી અંદાજ કેટલાક લોકોને ફની લાગ્યો તો કેટલાક લોકોએ આને નોટબંધી અને જીએસટી સાથે જોડી દીધું છે.

કેટલાક લોકોએ પીએમના અચ્છે દિન વાળા વચન સાથે જોડીને ફોટો પર મીમ બનાવ્યા છે. વીડિઓ શેર કરતા પીએમ મોદીએ લખ્યું હતું કે હું મારી મોર્નિંગ એકસરસાઈઝનો વીડિઓ શેર કરું છું, પ્રકૃતિથી જોડાયેલા પંચતત્વથી પણ પ્રભાવિત છું. આ ખુબ જ રીફ્રેશ ફીલ આપે છે.