Gujarat Assembly Budget Session: ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્રની સત્તાવાર તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 16 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, જે 25 માર્ચ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરશે.
રાજ્યપાલના સંબોધનથી થશે શરૂઆત
મળતી માહિતી મુજબ, Gujarat Assembly Budget Sessionની શરૂઆત પરંપરાગત રીતે રાજ્યપાલના સંબોધન સાથે કરવામાં આવશે. 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલના અભિભાષણ બાદ સત્રની કાર્યવાહી આગળ વધશે.
23 દિવસમાં 26 બેઠકોનું આયોજન
આ વખતનું બજેટ સત્ર આશરે સવા મહિના જેટલું લાંબુ ચાલશે. કુલ 23 દિવસના કામકાજ દરમિયાન 26 બેઠકો યોજવામાં આવશે. જેમાં રાજ્યના નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ વિવિધ વિભાગોની માંગણીઓ પર ચર્ચા થશે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિનો સૌરાષ્ટ્ર પ્રવાસે, સંરક્ષણ અને વિકાસ પર ચર્ચા કરશે
