Ahmedabad/ શિવાલીક, શિલ્પ, શારદા ગ્રુપ પર બીજા દિવસે પણ IT દરોડા યથાવત, 500 કરોડના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા

શહેરના બ્રોકરનોના ત્યાં પણ ઇન્કમટેક્ષ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. શિવાલીક ,શિલ્પ,શારદા ગ્રુપ પર IT દરોડામાં  બીજા દિવસે પણ IT ના 150 અધિકારીઓ  સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. 

Top Stories Ahmedabad Gujarat
ઈન્કમટેક્સ શહેરના બ્રોકરનોના ત્યાં પણ ઇન્કમટેક્ષ વિભાગનું સર્ચ ઓપરેશન
  • બીજા દિવસે પણ IT ના 150 અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સર્ચ
  • દરોડા માં 20 થી વધુ લોકર કરવામાં આવ્યા સીલ
  • અંદાજે 500 કરોડના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા
  • 20 થી વધુ હાર્દડિસ્ક કબ્જે કરવામાં આવી
  • બિનહિસાબી દસ્તાવેજ ની તપાસ ચાલુ
  • રેસિડેન્સીયલ, કોમર્શિયલ સ્કીમો મારફતે કરોડો ની કમાણી
  • ટેક્સ ચુકવવામાં ગોલમાલ ને લઈને It વિભાગ નું સર્ચ
  • IT ના અધિકારીઓ ગ્રાહક બની ને બિલ્ડર ની ઓફિસ માં જતા
  • શિવાલીક માં IAS અધિકારીઓ નું રોકાણ હોવાના ચર્ચા

અમદાવાદમાં બિલ્ડરોને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે અને સર્ચ ઓપરેશન આજે બીજે દિવસે શુક્રવારના દિવસે પણ ચાલુ છે.  શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. શહેરના બ્રોકરનોના ત્યાં પણ ઇન્કમટેક્ષ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. શિવાલીક ,શિલ્પ,શારદા ગ્રુપ પર IT દરોડામાં  બીજા દિવસે પણ IT ના 150 અધિકારીઓ  સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. દરોડા માં 20 થી વધુ લોકર સીલ કરવામાં આવ્યા છે. આઇટી વિભાગને અંદાજે 500 કરોડના બિનહિસાબી દસ્તાવેજ મળ્યા છે. 20 થી વધુ હાર્ડડિસ્ક કબ્જે કરવામાં આવી છે.

હાલમાં પણ બિનહિસાબી દસ્તાવેજ ની તપાસ ચાલુ છે. રેસિડેન્સીયલ, કોમર્શિયલ સ્કીમો મારફતે કરોડો ની બેનામી કમાણી કરી હોવાના પુરાવા સામે આવ્યા છે. ટેક્સ ચુકવવામાં ગોલમાલ ને લઈને It વિભાગ સર્ચ કરી રહ્યું છે. IT ના અધિકારીઓ ગ્રાહક બનીને બિલ્ડરની ઓફિસમાં જતા હતા. તો શિવાલીક માં IAS અધિકારીઓ નું રોકાણ હોવાના ચર્ચા પણ ચાલી રહી છે.

 આ ગ્રૂપ દ્વારા કરચોરી કરવા માટે કોઈપણ પ્રોપર્ટીના વેચાણમાં 90 ટકા સુધી રકમ કેશમાં લેવામાં આવતી હતી અને 10 ટકા જ વ્હાઈટ મની લેવાની પણ તૈયારી રાખતા હતા. જેને પગલે તેમણે મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાનું અધિકારીઓના ધયાને આવ્યું છે. શિલ્પ, શિવાલિક અને શારદા ગ્રૂપ એકબીજા સાથે સંકળાયેલા છે અને તેમના ઘણા પ્રોજેક્ટ સંયુક્ત રીતે પણ ચાલી રહ્યા છે. તપાસ દરમિયાન હજુ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી સંભાવના  લાગી રહી છે.

આસ્થા / ભગવાન આદિનાથની આ વિશાળ પ્રતિમા 1500 વર્ષ જૂની છે, જેના કારણે ઔરંગઝેબ પણ ડરીને ભાગી ગયો હતો.

જયા એકાદશી / 12 ફેબ્રુઆરીએ ભગવાન વિષ્ણુની સાથે શનિદેવની કરો પૂજા, આ બાબતોનું પણ ધ્યાન રાખો

અંકલેશ્વર / ફાર્મા કંપનીમાં ભીષણ આગ, કેટલાય કિલોમીટર દુર દેખાયા ધુમાડાના ગોટેગોટા