Not Set/ મહાજંગ-2019 @ Live: મહા મુકાબલાની પળેપળની અપડેટેડ, જુઓ અહીં

આતુરતા નો આવ્યો અંત, દેશભરનાં તમામ 36 રાજ્યોની 543 બેઠકોમાંથી 542 બેઠકો માટેની મતગણના શરૂ.આપને જણાવી દઇએ કે વેલ્લુર બેઠકનું મતદાન EC દ્રારા રદ કરવામાં આવતા 542 બેઠકો પર જ મતદાન યોજવામાં આવ્યું હતું ત્યારે ભારે સુરક્ષા વ્યાવસ્થા અને ECની ચાંપતી નજર નીચે મતદાન શરૂ થઇ ગયું છે. લોકસભાચૂંટણીઓમાં જીતનો તાજ કોના માથે પહેરવામાં આવશે, […]

Top Stories India

આતુરતા નો આવ્યો અંત, દેશભરનાં તમામ 36 રાજ્યોની 543 બેઠકોમાંથી 542 બેઠકો માટેની મતગણના શરૂ.આપને જણાવી દઇએ કે વેલ્લુર બેઠકનું મતદાન EC દ્રારા રદ કરવામાં આવતા 542 બેઠકો પર જ મતદાન યોજવામાં આવ્યું હતું ત્યારે ભારે સુરક્ષા વ્યાવસ્થા અને ECની ચાંપતી નજર નીચે મતદાન શરૂ થઇ ગયું છે.

લોકસભાચૂંટણીઓમાં જીતનો તાજ કોના માથે પહેરવામાં આવશે, તે આજે નક્કી થશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયા હેઠળ સાત તબક્કામાં કરવામાં આવે મતદાનની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે અને બપોરે સુધી ટ્રેન્ડ મળવા લાગશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની નીત એનડીએની સત્તામાં પરત આવવાની શક્યતા છે, ત્યાં વિરોધ પક્ષોએ એક્ઝિટ પોલના પરિણામોને નકારતા પોતાની જીતનો દાવો કર્યો છે. 2014 લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે એકલા 282 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ ફક્ત 44 બેઠકો પર સીમિત થઈ હતી. આ વખતે પીએમ મોદીનો જાદુ યથવાત રહે છે કે પછી રાહુલ ગાંધીનો કરિશ્મા જોવા મળશે, એતો પરિણામ જ નક્કી થશે.

    દેશના તમમા 36 રાજ્યોની 542 બેઠકો પર સવારના 8 વગ્યા સુધીના વલોણોની સ્થતિ 
બેઠકો   ભાજપ  કોંગ્રેસ  અન્ય 
542 349 89 104