Not Set/ રાજકોટ : આંતરરાજય ગેંગનો પર્દાફાશ, 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ પોલીસે આંતર રાજ્ય ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતાં આરોપીઓને પર્દાફાશ કર્યો છે. પોલીસે 3 જેટલા આરોપીને ધરપકડ કરીને 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો. પૂછપરછ દરમિયાન આરોપીઓ 20 મિનીટમાં જ પોતાનું કામ કરી કરીને ફરાર થઇ જતાં હતા. તેમજ ચોરીઓ કરવા માટે કુલ 4 ટુકડી બનાવી હતી. તેવી કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ વર્ણવી છે. […]

Top Stories Gujarat Rajkot

રાજકોટ પોલીસે આંતર રાજ્ય ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતાં આરોપીઓને પર્દાફાશ કર્યો છે. પોલીસે 3 જેટલા આરોપીને ધરપકડ કરીને 3.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

પૂછપરછ દરમિયાન આરોપીઓ 20 મિનીટમાં જ પોતાનું કામ કરી કરીને ફરાર થઇ જતાં હતા. તેમજ ચોરીઓ કરવા માટે કુલ 4 ટુકડી બનાવી હતી. તેવી કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ વર્ણવી છે.

mantavyanews.com

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી ધરફોડ ચોરી અને વાહન ચોરીમાં સત્તત્ત વધારો થઇ રહ્યો હતો. જેને ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ તેજ કરી હતી.

તપાસ દરમિયાન રાજકોટ પોલીસે મધ્યપ્રેદશની ગેંગના 3 શખ્સોની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે પૂછપરછ દરમિયાન હજું પણ વધુ ગુના ઉકેલાય તેવી શક્યતા દેખાઇ રહી છે.