Ahmedabad News: અમદાવાદમાં છૂટાછેડાનો અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. લસણ અને ડુંગળીના કારણે 11 વર્ષે છૂટાછેડા થયા છે. પતિ-પત્ની બંને વચ્ચે લસણ-ડુંગળીને લઈને વિવાદ એટલો વધી ગયો કે પત્ની સંતાન સાથે ઘર છોડીને જતી રહી. તેના કારણે પતિએ પત્નીના ખાવાપીવાના પ્રતિબંધને અત્યંત આકરા ગણાવતા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. ફેમિલી કોર્ટે પતિની આ વાત સ્વીકારી લીધી હતી.
અમદાવાદ મા છૂટાછેડા નું કારણ લસણ-ડુંગળી
તેના પછી પત્નીએ છૂટાછેડાને હાઇકોર્ટમાં પડકાર્યા હતા. હાઈકોર્ટે પણ પત્નીની અપીલ ફગાવી દીધી હતી. બંનેના લગ્ન 2002માં થયા હતા. પત્ની સ્વામીનારાયણ સંપ્રદાયની અનુયાયી હતી અને તેથી તે લસણ-ડુંગળી ખાતી ન હતી. પરંતુ તેના પતિ અને સાસુને ડુંગળી-લસણ વગર ચાલતું ન હતું. સમયની સાથે ખાવાપીવાની આ પસંદનાપસંદ લગ્નજીવનનો મોટો અવરોધ બની ગયો. તેના કારણે વિવાદ વધ્યો અને સંબંધો પણ બગડ્યા.
સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમોનું પાલન કરતી પત્ની નિયમિત રીતે મંદિરમાં પ્રાર્થના કરતી હતી અને ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેતી હતી તથા સત્સંગમાં ભાગ લેતી હતી. બીજી બાજુએ પતિ અને સાસુ પોતાની ટેવો છોડવા તૈયાર ન હતા. તેના પરિણામે ઘરમાં જમવાનું જુદુ બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ વિભાજીત રસોઈએ છેવટે લગ્નજીવન ખતમ કરવાનું કામ કર્યુ અને પત્નીએ બાળક સાથે પોતાનું ઘર છોડી દીધું.
આ સ્થિતિથી કંટાળી પતિએ 2013માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. પતિએ દાવો કર્યો કે પત્નીએ તેની સામે ખાવાપીવાને લઈને ક્રૂરતા આચરી છે અને તેમને તે જ સ્થિતિમાં છોડીને જતી રહી છે. છેવટે 2024માં ફેમિલી કોર્ટે છૂટાછેડાને મંજૂરી આપવાની સાથે પતિને ભરણપોષણનો આદેશ આપ્યો. તેને લઈને બંને હાઇકોર્ટ પહોંચ્યા.
પત્નીના વકીલે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે પતિએ ફેમિલી કોર્ટમાં દાવો કર્યો હતો કે પત્નીની ધાર્મિક માન્યતાઓના કારણે ડુંગળી-લસણનો ઉપયોગ ન કરવા દેવાની તેની આદત ઝગડાનું કારણ બની રહી હતી. પત્ની પોતાના વલણ પર અડગ હતી. ફેમિલી કોર્ટે પતિના દાવાને સ્વીકારીને છૂટાછેડાની સાથે ભરણપોષણનો આદેશ આપ્યો હતો, જેનું પાલન થઈ રહ્યું નથી.
પતિના વકીલે જણાવ્યું હતું કે તેનો અરજદાર અને તેની માતા પત્ની માતે લસણડુંગળી વગરનું ખાવાનું બનાવતા હતા. બંને વચ્ચેના મતભેદોનું મુખ્ય કારણ લસણ અને ડુંગળી હતા. પતિએ હાઇકોર્ટને જણાવ્યું હતુ કે તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં તેના અંગે અરજી પણ આપવી પડી હતી. હાઈકોર્ટમાં એક સમયે તો પત્નીએ જણાવી દીધું હતું કે હવે તેને છૂટાછેડા સામે કોઈ વાંધો નથી. પતિએ જણાવ્યું હતું કે ભરણપોષણની બાકીની રકમ હપ્તાઓમાં અદાલતની રજિસ્ટ્રીમાં જમા કરાવશે, જે તેની પત્નીને આપવામાં આવશે. તેના પછી હાઈકોર્ટે તેની પત્નીની છૂટાછેડાને પડકારતી અરજી ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: મૌખિક સંમતિથી મુસલમાનોના છૂટાછેડા કાયદેસર, ગુજરાત હાઇકોર્ટને કુરાન-હદીસનો ઉલ્લેખ કરે મહત્વનો ચુકાદો
આ પણ વાંચો: પરિણીત પ્રેમીના ‘છૂટાછેડા’ના જીદથી તેનું જીવન ગયું, આ સીરીયલ કિલર ચાર વર્ષ પછી પકડાયો!

