Ahmedabad News/ અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ તપાસમાં મોટો ખુલાસો: ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી નહીં

Ahmedabad Plane Crash: અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશની તપાસમાં સરકારે સંસદમાં જણાવ્યું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમમાં કોઈ તકનીકી ખામી મળી નથી. AAIBની તપાસ અંતિમ તબક્કામાં છે..વાંચો સંપૂર્ણ અહેવાલ

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Plane Crash: તપાસમાં મોટો ખુલાસો

Ahmedabad News: અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા AI-171 વિમાન (Air India AI-171 Crash) દુર્ઘટનાની (Ahmedabad Plane Crash) તપાસને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે. સરકારે જણાવ્યું છે કે તપાસ દરમિયાન વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના (Fuel Control Switch) લોકિંગ મિકેનિઝમમાં કોઈ તકનીકી ખામી જોવા મળી નથી. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભામાં આપી હતી.

Ahmedabad Plane Crash: થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હજુ ચાલુ

Ahmedabad Plane Crash: તપાસમાં મોટો ખુલાસો

સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં અમેરિકાના સિએટલમાં વિમાનના થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની વિગતવાર ટેકનિકલ તપાસ ચાલી રહી છે. આ તપાસનો અંતિમ અહેવાલ હજુ મળવાનો બાકી છે અને તેના આધારે આગળના તારણો જાહેર કરવામાં આવશે.

તપાસ અંતિમ તબક્કામાં, પરંતુ કારણ અંગે હજુ કોઈ નિષ્કર્ષ નહીં

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB Investigation)ની તપાસ હવે અંતિમ તબક્કામાં છે. જોકે, વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.

અંતિમ રિપોર્ટમાં વિલંબના દાવા સરકાર દ્વારા ફગાવાયા

સરકારે AAIBના અંતિમ તપાસ અહેવાલમાં વિલંબ થઈ રહ્યો હોવાના દાવાઓને પણ નકારી કાઢ્યા છે. સરકારે જણાવ્યું કે મોટા વિમાન અકસ્માતોની તપાસ અત્યંત જટિલ હોય છે અને નવા ટેકનિકલ પુરાવા મળતા રહેતાં તપાસમાં સમય લાગી શકે છે. તમામ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય ધોરણો અને પ્રોટોકોલ અનુસાર ચાલી રહી છે.

પાઇલટ અંગેના દાવા પર સરકારનું મૌન

આંતરરાષ્ટ્રીય મીડિયામાં પાઇલટના વર્તન અંગે કરવામાં આવેલા વિવિધ દાવાઓ પર પણ સરકારે કોઈ ટિપ્પણી કરી નથી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ તમામ હકીકતો અને તારણો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

અંતિમ રિપોર્ટ AAIBની વેબસાઇટ પર થશે જાહેર

Ahmedabad Plane Crash: તપાસમાં મોટો ખુલાસો

સરકારે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) પોતાનો અંતિમ અહેવાલ તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરશે. મુસાફરોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું પણ ભારપૂર્વક જણાવાયું છે.

32 સેકન્ડમાં સર્જાઈ હતી ભયાનક દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 12 જૂને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ માત્ર 32 સેકન્ડમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 (બોઇંગ 787-8 ડ્રીમલાઇનર) દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. વિમાન મેડિકલ કોલેજના હોસ્ટેલ સાથે અથડાતા આશરે 260 લોકોના મોત થયા હતા, જેને દેશની સૌથી ગંભીર વિમાન દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ગોપનીયતા રાખવા કહ્યું

આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અકસ્માત સંબંધિત માહિતી જાહેર કરવામાં સાવચેતી રાખવી જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે અધૂરી અથવા ટુકડાઓમાં માહિતી બહાર આવવાને બદલે તપાસ સંપૂર્ણ થયા પછી જ સમગ્ર હકીકત લોકો સમક્ષ મૂકવી વધુ યોગ્ય રહેશે.


આ પણ વાંચો: પાયલોટ નિર્દોષ છે, સરકારી એજન્સીએ ડેટા છુપાવ્યો, અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ પર ભડક્યું સંગઠન

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ પૂર્ણ, 260 લોકોના મોતના અસલી કારણનો રિપોર્ટ કેમ હજુ સુધી જાહેર ન થયો?

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર, એક મહિનામાં આવશે તપાસનો અંતિમ રિપોર્ટ