Ahmedabad Plane Crash Pilot Investigation: 12મી જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા ફ્લાઇટ 171 (Air India Flight 171) ક્રેશ કેસમાં ‘ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ’ (FIP) ના દાવાઓએ ભારે ચકચાર મચાવી છે. FIP નો ગંભીર આક્ષેપ છે કે તપાસ એજન્સી AAIB (એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) દ્વારા કોકપીટના અતિ મહત્વના ડેટા જાણીજોઈને પ્રારંભિક રિપોર્ટમાંથી છુપાવવામાં આવ્યા છે.
ઈલેક્ટ્રિકલ ખામી અને 10 સિમ્યુલેટર ટેસ્ટની પોલ(Ahmedabad Plane Crash)
FIP ના અધ્યક્ષ કેપ્ટન સી. રંધાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિમાનના (Ahmedabad Plane Crash) બંને એન્જિન ફેલ થયા તે પહેલાં મોટી ઈલેક્ટ્રિકલ ખામી સર્જાઈ હતી અને કોકપીટમાં અનેક ઓડિયો ચેતવણીઓ આવી હતી. આ તમામ રેકોર્ડિંગ કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) માં હોવા છતાં સરકારી રિપોર્ટમાં તેને અવગણવામાં આવ્યું છે. વધુમાં, જ્યારે AAIB એ ટેસ્ટ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે FIP એ પોતે બોઇંગ 787 (Boeing 787) ના 10 સિમ્યુલેટર ટેસ્ટ કર્યા.
સરકારી એજન્સીનો દાવો હતો કે ઇમરજન્સી પાવર આપતું RAT સ્વીચ દબાવ્યાના 4 સેકન્ડમાં શરૂ થયું હતું, જ્યારે FIP ના ટેસ્ટમાં સાબિત થયું કે તેને સક્રિય થવામાં 18 સેકન્ડ લાગે છે. ક્રેશ બાદ વિમાનની પૂંછડી અકબંધ હોવા છતાં ત્યાં રહેલા બ્લેક બોક્સ (FDR) ને આટલું ગંભીર નુકસાન કેવી રીતે થયું, તે પણ એક મોટું રહસ્ય છે.
કેપ્ટન રંધાવાએ 2009 ના અમેરિકાના પ્રખ્યાત ‘મિરેકલ ઓન ધ હડસન‘ નો હવાલો આપતા કહ્યું કે, ત્યાં પણ સિમ્યુલેટર ટેસ્ટ બાદ જ પાયલોટ સાચા સાબિત થયા હતા. અહીં પાયલોટ શહીદ થયા છે, તેથી તેમની નિર્દોષતા સાબિત કરવા માટે સત્તાવાર સિમ્યુલેટર ટેસ્ટ થવો અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ પૂર્ણ, 260 લોકોના મોતના અસલી કારણનો રિપોર્ટ કેમ હજુ સુધી જાહેર ન થયો?
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટો ખુલાસો! અમેરિકન એજન્સીનો દાવો, વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું
આ પણ વાંચો:અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગે નવા ખુલાસા, મડદાઘરના દ્રશ્યો અને કેપ્ટન વિશેનો દાવો
