Not Set/ બિહાર : શૌચાલયની ટાંકી સાફ કરતાં ચાર મજૂરના મોત, એકની હાલત ગંભીર

બિહાર, બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મધુબન કંતિ ગામમાં નિર્માણાત્મક શૌચાલયની ટાંકીમાં ચાર મજૂરનાં મોત નીપજ્યાં છે. જ્યારે એકની હાલત ગંભીર છે. પાનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સવારે આ ઘટના બની હતી. આ તમામ કામદારો શૌચાલયનું શટર ખોલવા ટાંકી પાસે ગયા હતા. મળતી માહિતી મુજબ શૌચાલયની ટાંકીનું કામ પૂર્ણ થયું હતું. મજૂરો ટાંકીના કવર લાગવા માટે ફીટ […]

India

બિહાર,

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના મધુબન કંતિ ગામમાં નિર્માણાત્મક શૌચાલયની ટાંકીમાં ચાર મજૂરનાં મોત નીપજ્યાં છે. જ્યારે એકની હાલત ગંભીર છે. પાનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સવારે આ ઘટના બની હતી.

આ તમામ કામદારો શૌચાલયનું શટર ખોલવા ટાંકી પાસે ગયા હતા. મળતી માહિતી મુજબ શૌચાલયની ટાંકીનું કામ પૂર્ણ થયું હતું.

મજૂરો ટાંકીના કવર લાગવા માટે ફીટ કરાયેલા શટર ખોલવા ગયા હતા. આ દરમિયાન તેને ઝેરી ગેસનો ચપેટામાં આવ્યા હતા. મામલાની નોંધ લઈ જિલ્લા મેજિસ્ટ્રેટે વહીવટીતંત્રને ઘટના સ્થળ પર મોકલી દીધા છે.

તેઓએ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે સાથે તેઓએ મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.