Ahmedabad News/ અમદાવાદ એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટના અંગે નવા ખુલાસા, મડદાઘરના દ્રશ્યો અને કેપ્ટન વિશેનો દાવો ચોંકાવનાર

અમદાવાદ એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash) અંગે નવા ચોંકાવનારા ખુલાસા… “કેપ્ટન અંતિમ પળ સુધી વિમાન બચાવવાનો પ્રયાસ કરતા હતા?”

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Plane Crash: અંગે નવા ખુલાસા, અંતિમ રિપોર્ટની રાહ

Ahmedabad News: 12 જૂનના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171નું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ બાદ થોડા જ પળોમાં દુર્ઘટનાગ્રસ્ત (Ahmedabad Plane Crash) બન્યું હતું. વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ કોમ્પ્લેક્સ સાથે અથડાતા ભયાનક આગ લાગી હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા, જ્યારે જમીન પર હાજર 19 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિ જીવિત બચી શક્યો હતો.

આ ઘટનાને હવે લગભગ એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, છતાં તેની દર્દનાક યાદો હજુ પણ લોકોના મનમાં તાજી છે. હવે અકસ્માત (Ahmedabad Plane Crash) સાથે જોડાયેલા કેટલાક નવા ખુલાસાઓ સામે આવ્યા છે, જેણે ફરી એકવાર સમગ્ર ઘટનાને ચર્ચામાં મૂકી દીધી છે.

“મડદાઘરમાં જોયેલા દ્રશ્યો ડરામણા સપના જેવા હતા”

અકસ્માતમાં પોતાના પરિવારના ત્રણ સભ્યો ગુમાવનાર રોમિન વોહરાએ તે સમયે હોસ્પિટલમાં બનાવવામાં આવેલા હંગામી મડદાઘરમાં પહોંચ્યા બાદનો અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અંદરનું દ્રશ્ય અત્યંત હૃદયદ્રાવક હતું.તેમના જણાવ્યા મુજબ, બળી ગયેલા મૃતદેહો અને કપાયેલા અંગો જમીન પર વિખરાયેલા પડ્યા હતા. સૌથી વધુ કંપારી છૂટી જાય તેવું દ્રશ્ય એક માતાનો મૃતદેહ હતો, જે હજુ પણ પોતાના બાળકને છાતીએ ચાંપીને રાખેલી સ્થિતિમાં હતો.રોમિન વોહરાએ કહ્યું કે એક નાની બાળકીની ખોપડી જોઈ તેઓ પોતાની ભત્રીજીને ઓળખવાની કોશિશ કરી રહ્યા હતા. આ સમગ્ર અનુભવ આજે પણ તેમને હચમચાવી નાખે છે.

Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash

કેપ્ટન વિશેનો દાવો ચર્ચામાં

રોમિન વોહરાએ વિમાન (Ahmedabad Plane Crash)ના કેપ્ટન વિશે પણ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, કેપ્ટન સભરવાલનો મૃતદેહ અલગ ખૂણામાં જોવા મળ્યો હતો. શરીરનો પાછળનો ભાગ બળી ગયો હતો, પરંતુ સામેનો ભાગ અને યુનિફોર્મ મોટાભાગે સુરક્ષિત હતા.તેમણે દાવો કર્યો કે કેપ્ટન બેઠેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા અને તેમનો હાથ હજુ પણ વિમાનના કંટ્રોલ યોક પર જમેલો હતો. સફેદ શર્ટ, ચાર ગોલ્ડન સ્ટ્રાઈપ્સવાળા ખભા, ટાઈ અને જૂતા પણ લગભગ સલામત હતા.આ દાવા બાદ ચર્ચા શરૂ થઈ છે કે કદાચ કેપ્ટન અંતિમ પળ સુધી વિમાનને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ હતા.

Ahmedabad Plane Crashના બ્લેક બોક્સ રિપોર્ટમાં શું સામે આવ્યું?

AAIBની પ્રાથમિક તપાસમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર ટેકઓફ બાદ ગણતરીની સેકન્ડોમાં બંને એન્જિનના ફ્યૂલ કંટ્રોલ સ્વિચ RUN મોડમાંથી CUTOFF મોડમાં ચાલ્યા ગયા હતા.

રિપોર્ટ મુજબ:

બંને એન્જિનનો ફ્યૂલ સપ્લાય બંધ થયો

તરત Ram Air Turbine (RAT) સિસ્ટમ સક્રિય થઈ

થોડા સમય બાદ બંને ફ્યૂલ સ્વિચ ફરી RUN મોડમાં આવ્યા

ત્યારબાદ Mayday કોલ આપવામાં આવ્યો

કોકપિટ વોઈસ રેકોર્ડિંગમાં એક પાયલોટ બીજાને પૂછતો સંભળાયો હતો કે “તમે ફ્યૂલ કેમ કટ કર્યું?” જ્યારે સામે જવાબ મળ્યો કે “મેં નથી કર્યું.”આ વાત બાદ ટેક્નિકલ ખામી કે માનવીય ભૂલ અંગે ચર્ચા વધુ તેજ બની ગઈ છે.

Ahmedabad Plane Crash
Ahmedabad Plane Crash

પાયલોટ સંગઠને પણ ઉઠાવ્યા સવાલ

ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલોટ્સ (FIP)એ તપાસ એજન્સીની ટાઈમલાઈન પર સવાલ ઉઠાવ્યા છે. સંગઠનનું કહેવું છે કે RAT સિસ્ટમ આટલી ઝડપથી સક્રિય થવી સામાન્ય નથી. તેઓએ શંકા વ્યક્ત કરી છે કે વિમાનમાં પહેલાથી કોઈ ઇલેક્ટ્રિકલ ખામી થઈ હોઈ શકે.સીસીટીવી ફૂટેજમાં વિમાનની નીચે કાળી આકૃતિ દેખાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જેને RAT સિસ્ટમ સમય પહેલાં સક્રિય થવાની શક્યતા સાથે જોડવામાં આવી રહ્યું છે.હાલ AAIBએ કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. તપાસ એજન્સી મુજબ પ્રાથમિક રિપોર્ટ માત્ર ટેક્નિકલ વિગતો પર આધારિત છે. હવે સૌની નજર અંતિમ તપાસ રિપોર્ટ પર છે, જે આગામી 12 જૂને જાહેર થવાની શક્યતા છે.


આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર, એક મહિનામાં આવશે તપાસનો અંતિમ રિપોર્ટ

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં, સુરક્ષાને ધ્યાને લઈને 13 બિલ્ડીંગો તોડાશે

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ : સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસનો હેતુ કારણ શોધવાનો, ભવિષ્યની સલામતીનો છે, દોષારોપણનો નહીં