Rajkot News: રાજકોટમાં દેશી દારૂ (Country made liquor) પીધા પછી બેના મોત થયા છે. સામાકાંઠાની ભગીરથ સોસાયટીમાં આ ઘટના બની છે. મનસુખ ડાભી અને અલ્પેશ સાબરિયાનું દારી પીધા પછી મોત થયું છે. બંને મિત્રોને દારૂ પીવાનું ટેવ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દેશી દારૂમાં ભેળસેળની સંભાવનાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દારૂમાં ઝેર ભેળવવામાં આવ્યું હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યુ છે.
પોલીસ હવે આ ઇરાદાપૂર્વક કરવામાં આવેલું મર્ડર છે, દારૂમાં ભેળસેળ છે કે તેઓએ ઝેર અંદર ભેળવીને આત્મહત્યા કરી છે તે બધા એન્ગલથી ચકાસણી કરી રહી છે. બંને મૃતદેહોને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે જણાના મોતના પગલે દેશી દારૂના ધંધાર્થીની અટકાયત કરી છે. જો કે બેના મોતના પગલે બે કુટુંબ નોંધારા થઈ ગયા છ. તે કુટુંબના એકમાત્ર કમાનાર હતા. તેમનું કુટુંબ ગરીબીમાં હોમાઈ ગયું છે.
ગુજરાત ડ્રાય સ્ટેટ ફક્ત હવે નામનું જ રહ્યું હોય તેવા કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યાં છે. વધતા દારૂના દુષણના કારણે અનેક પરિવારો તેનો ભોગ બની રહ્યાં છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. જેમાં બે મિત્રોના દારૂના સેવનના કારણે મોત નીપજ્યાં છે. જો ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવી ક્યાંથી રહ્યો છે અને આવે છે તે ખુલ્લેઆમ વેચાઈ કઈ રીતે રહ્યો છે તેવા અનેક સવાલો સાથે લોકોમાં રોષ ભભૂક્યો છે.
આ પણ વાંચો: પોરબંદરમાં દારૂ સમજી ઝેરી કેમિકલ પીતા બેનાં મોત
આ પણ વાંચો: લઠ્ઠાકાંડમાં 15 દર્દીઓએ મોતને આપી માત, હોસ્પિટલમાંથી મળી રજા
આ પણ વાંચો: ક્યાં સુધી કાગળ ઉપરની દારૂબંધીના કાયદા હેઠળ ગરીબ હોમાશે લઠ્ઠાકાંડના ખપ્પરમાં?
