Anand News/ ખંભાત નગરપાલિકામાં 22માંથી 8 કાઉન્સિલરના રાજીનામાં, લગાવ્યા આવા આક્ષેપો…

ખંભાત નગરપાલિકામાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. શાસક પક્ષના 22 સભ્યોમાંથી 8 સભ્યોએ રાજીનામા આપ્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Anand News: ખંભાત નગરપાલિકાના 8 કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે. ખંભાત નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરોએ રાજીનામા આપતાં ખળભળાટ મચી ગયો છે. ચેરમેને કોઈપણ માહિતી વિના બીલ ચૂકવી દેતાં મામલો ગરમાયો હતો. પાલિકામાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. શાસક પક્ષના 22 સભ્યોમાંથી 8 સભ્યોએ રાજીનામા આપ્યા હતા.

ખંભાત નગરપાલિકામાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. શાસક પક્ષના 22 સભ્યોમાંથી 8 સભ્યોએ રાજીનામા આપ્યા છે જેમાં ભાજપના 6 સભ્યો અને 2 અપક્ષ સભ્યોનો સમાવેશ થાય છે.

ખંભાત નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણ ગરમાયું છે. પાલિકાના વર્તમાન ચેરમેન દિગ્વિજયસિંહ પરમારની કામગીરીથી સભ્યોની નારાજગીના કારણે છેલ્લા કેટલાક સમયથી મોટા વિવાદો ચાલી રહ્યા છે. આ વિવાદો આજે ચરમસીમાએ પહોંચતા ખંભાત નગરપાલિકાની આવતીકાલે મળનારી બોર્ડ મીટીંગ પૂર્વે ભાજપના છ અને બે અપક્ષ કાઉન્સીલરોએ રાજીનામા આપી દેતા ખંભાત શહેરના રાજકારણમાં હલચલ મચી જવા પામી છે.

સત્તાપક્ષના ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા, કારોબારી ચેરમેન જીતેન્દ્ર ખારવા, હેતલબેન કરશનભાઈ ભીલ, નિશાદબાનું મો. સોએબ મન્સૂરી, સુનિતાબેન રાજુભાઈ વાઘરી, શાંતાબેન ભૂપતભાઈ માછી, તેજલબેન સાગરકુમાર સોલંકી, કામિનીબેન હિરેનભાઈ ગાંધીએ રાજીનામાં આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખંભાતમાં મંજૂરી વિના 10 દિવસથી ચાલે છે મેળો:સ્થાનિક કોર્પોરેટરોએ વિરોધ કરતાં ભાંડો ફૂટ્યો, બે લોકોનાં મોત થયાંનો આક્ષેપ

આ પણ વાંચો:રાજ્યની 125 નગરપાલિકાને બિલ ભરવાના પણ ફાંફા, વીજળીના 915 કરોડ લેણા

આ પણ વાંચો:નગરપાલિકાઓમાં ફરજ બજાવતાં ચીફ ઓફિસરોની બદલી