Gandhinagar News/ રાજ્યની 125 નગરપાલિકાને બિલ ભરવાના પણ ફાંફા, વીજળીના 915 કરોડ લેણા

રાજ્યની 125 નગરપાલિકાની નાણાકીય સ્થિતિ અત્યંત ખરાબ છે. આ સ્થિતિ એટલી ખરાબ છે કે તેમણે વીજળીના બાકી 915 કરોડ રૂપિયા ભરવા માટે લોન લેવી પડે તેવી સ્થિતિ છે. તેમા સૌથી વધુ ઝાલોદ નગરપાલિકાના રૂ. 233.83 કરોડ લેણા નીકળે છે. જ્યારે તેના પછી વલ્લભીપુરના 108.38 કરોડ રૂપિયા લેણા નીકળે છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: રાજ્યની 125 નગરપાલિકાની નાણાકીય સ્થિતિ અત્યંત ખરાબ છે. આ સ્થિતિ એટલી ખરાબ છે કે તેમણે વીજળીના બાકી 915 કરોડ રૂપિયા ભરવા માટે લોન લેવી પડે તેવી સ્થિતિ છે. તેમા સૌથી વધુ ઝાલોદ નગરપાલિકાના રૂ. 233.83 કરોડ લેણા નીકળે છે. જ્યારે તેના પછી વલ્લભીપુરના 108.38 કરોડ રૂપિયા લેણા નીકળે છે. આ સિવાય ખંભાતના રૂ. 51.14 કરોડ લેણા નીકળે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામખંભાળિયા નગરપાલિકાએ વીજળી બિલ ભરવા માટે લોન લેવી પડી! આ સાંભળીને ભલે થોડી નવાઇ લાગે પણ તે કડવી હકીકત છે. નગરપાલિકા પાસે વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઇટના વીજ બિલના 84 લાખ રૂપિયા ભરવા માટેના પૈસા નહોતા એટલે નગરપાલિકાએ 1 કરોડ રૂપિયાની લોન લીધી. તળિયાઝાટક તિજોરીની આ સમસ્યા ફક્ત જામખંભાળિયા નગરપાલિકા પૂરતી જ સિમિત નથી.   રાજ્યની 125 નગરપાલિકા એવી છે જેને વીજળી બિલ ભરવાના પણ ફાંફાં છે. આ નગરપાલિકાઓ પાસેથી 915 કરોડથી વધુની રકમ વસૂલ કરવાની બાકી છે.

સામાન્ય લોકોના મનમાં એવો પ્રશ્ન ઉઠે કે અમે બિલ ન ભરીએ તો અમારૂં વીજ કનેક્શન તરત જ કપાઇ જાય છે તો પછી આવી નગરપાલિકા સામે કડક કાર્યવાહી કેમ નથી થતી? ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરે જણાવ્યું હતું કે, નગરપાલિકાનું વીજ બિલ 1 કરોડ રૂપિયા જેટલું બાકી છે પણ લોન મંજૂર થઈ ગઈ છે. ચેક આવશે એટલે બિલ ભરી દઇશું. સ્વભંડોળના અભાવના કારણે વીજ બિલ બાકી રહે છે. વેરાની ઓછી વસૂલાત અને વેરો ભરવા માટે લોકોમાં જાગૃતિ નથી એટલે ભંડોળનો અભાવ રહે છે. સૌથી વધુ આવક મિલકત વેરાની થાય છે, મહેકમ વિભાગમાં સૌથી વધુ ખર્ચ થાય છે.

ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલાએ જણાવ્યું હતું કે 25 લાખ રૂપિયા જેટલું વીજ બિલ બાકી છે. લોકો ટેક્સ નથી આપતા એટલ બિલ ભરી નથી શકતા. જો ટેક્સ પૂરતો આવે તો આજે જ બિલ ભરી દઇએ. ટેક્સના અભાવના કારણે વીજ બિલ નથી ભરાતું. નગરપાલિકાને સૌથી વધુ આવક મિલકત વેરાની થાય છે. સૌથી વધુ ખર્ચ પગાર પાછળ થતો હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં છેતરપિંડીના ગુનામાં દંપતીની ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં ટેકસ્ટાઇલ માર્કેટમાં 2.19 કરોડની છેતરપિંડી કરનારો ઝડપાયો

આ પણ વાંચો: સુરતમાં પૂર્વ વાઈસ ચાન્સેલરના પુત્ર સાથે છેતરપિંડી