Not Set/ ભાવનગર/ જુની અદાવતે શખ્સે 2 યુવાનો પર કર્યુ ફાયરીંગ, પોલીસે કરી આરોપીની ધરપકડ

ભાવનગરના સિહોરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સિહોરમાં અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી એક શખ્સે યુવાન પર બંદુક વડે ફાયરીંગ કરી ઇજાઓ પહોંચાડીયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ શખ્સને ઝડપી લઇ બંદુક અને જીવતા કારતુસ કબ્જે કર્યા હતાં. આપને જણાવી દઈએ કે, ભાવનગરના સિહોરમાં બનેલી ફાયરિંગની ઘટનામાં ગણતરીની કલાકોમાં જ પોલીસ આરોપીને ઝડપી લીધો. […]

Gujarat Others

ભાવનગરના સિહોરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સિહોરમાં અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી એક શખ્સે યુવાન પર બંદુક વડે ફાયરીંગ કરી ઇજાઓ પહોંચાડીયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં જ શખ્સને ઝડપી લઇ બંદુક અને જીવતા કારતુસ કબ્જે કર્યા હતાં.

આપને જણાવી દઈએ કે, ભાવનગરના સિહોરમાં બનેલી ફાયરિંગની ઘટનામાં ગણતરીની કલાકોમાં જ પોલીસ આરોપીને ઝડપી લીધો. મળતી માહીતી પ્રમાણે સિહોરમાં લીલાપીર વિસ્તારમાં જુની અદાવતને લઇ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બે જુથો સામ-સામે આવી ગયા.

જેમાં અલ્તાફ ડોડી નામના શખ્સે દેશી તમંચાથી કરેલા ફાયરિંગમાં એક શખ્સ ઇજાગ્રસ્ત થયો. બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગણતરીની કલાકોમાં જ ફાયરિંગ કરનાર શખ્સને ઝડપી પાડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.