Gujarat News/ કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારોને એસ.ટી. બસની ખાસ સુવિધા

કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે.

Top Stories Gujarat Others

Gujarat News: કંડકટર (conductor)ની પરીક્ષા (Exam) આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો (Examination Center) ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. આગામી તા. ૨૯ ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.

Prominent Example of Women Empowerment in Anand District: ST Women Conductor

એસ. ટી. નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જમીનના કૌભાંડમાં ભૂમાફિયા કાર્તિક પટેલને બચાવવા ભ્રષ્ટ સરકારી બાબુઓ સક્રિય

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં PM-JAY ખાનગી હોસ્પિટલો માટે દૂઝણી ગાય, ત્રણ વર્ષમાં કરાવી 7,874 કરોડ રૂપિયાની કમાણી