Khyati Hospital/ જમીનના કૌભાંડમાં ભૂમાફિયા કાર્તિક પટેલને બચાવવા ભ્રષ્ટ સરકારી બાબુઓ સક્રિય

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 112ના મોતની તપાસ શરૂ થઈ ગઈ છે, પણ મેડિકલ માફિયાની સાથે-સાથે ભૂમાફિયા બનેલા કાર્તિક પટેલના (Kartik Patel) જમીન કૌભાંડની તપાસ ક્યારે શરૂ થશે તે સવાલ છે.

Gujarat Gandhinagar Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં (Khyati Hospital Scam) 112ના મોતની તપાસ શરૂ થઈ ગઈ છે, પણ મેડિકલ માફિયાની સાથે-સાથે ભૂમાફિયા બનેલા કાર્તિક પટેલના (Kartik Patel) જમીન કૌભાંડની તપાસ ક્યારે શરૂ થશે તે સવાલ છે. ભૂમાફિયા કાર્તિક પટેલ સામે સાંતેજની પાર્કલેન્ડની જમીનના મામલે છેક 2022થી ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ આ કિસ્સામાં આશ્ચર્યજનક રીતે કોઈ પગલાં લેવાયા નથી. અરજદારોનો આરોપ છે કે કાર્તિક પટેલને બચાવવા માટે ભ્રષ્ટ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે. તેઓ પાછલા બારણે તેના માટે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે.

કાર્તિક પટેલ પર વિગતો છૂપાવી જમીન પચાવવાનો, વિગતોની જાણકારી આપી વિભાજન કર્યાનો અને તેની સાથે 1.60 લાખ ચોરસ મીટર જમીનનું સરકારી પ્રીમિયમ ન ચૂકવ્યાનો આરોપ છે. મેડિકલ માફિયા કાર્તિક પટેલે ભૂમાફિયાનું પણ સ્વરૂપ ધારણ કરીને કેટલાય લોકોની જમીન પચાવી લીધી છે. આ મામલે હજી સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. 2022માં સાંતેજ પાર્ક લેન્ડ સોસાયટીના સભ્યએ આરોપી સામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી.

આ અરજી કર્યાના બે વર્ષ કરતાં વધુ સમય થયા પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં અરજદાર ફાંફે ચઢ્યા હતા. આ મામલે અનેક સ્થળે રજૂઆત કર્યા બાદ અરજદારે છેવટે થાકીને પીએમઓ કચેરીમાં અરજી કરતાં તપાસ થઈ હતી, પરંતુ પછી તેના પર સ્ટે આવી ગયો હતો. હવે ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડો બહાર આવતા અરજદારને કાર્યવાહી કરવાનો પત્ર મળ્યો છે.

આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે પત્ર મળ્યાને પખવાડિયું વીતી ગયું હોવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આમ કાર્તિક પટેલ 1.60 લાખ ચોરસ મીટર જમીન પચાવી બેસી ગયો હોવા છતાં તેની સામે ફરિયાદ નોંધાઈ હોવા છતાં અઢી વર્ષે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબત બતાવે છે કે આપણું તંત્ર વગદાર લોકોના ઇશારા પર જ ચાલે છે. જો તમે વગદાર નથી તો તમને તંત્ર હેરાન કરશે, પણ જો તમે વગદાર છો તો તંત્ર તમારા માટે ખડેપગે રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલકાંડ : હોસ્પિટલમાંથી 20 પોટલા ભરીને સાહિત્ય કબજે કરાયુ

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલની કુખ્યાત કામગીરી, કુલ 112 દર્દીના જીવ લીધા

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ