Not Set/ ડુંગળી પર દંગલ/ બિસ્કોમનના અધિકારીઓ જીવના જોખમે ડુંગળીનું કર્યું વિતરણ

ડુંગળીના આસમાન ને આંબેલા ભાવે લોકોને ડુંગળીની ચોરી અને ડુંગળી બાબતે દંગલ કરવા માટે મજબુર કર્યા છે. અત્યાર સુધી પીવાના પાણી માટે લાંબી લાઈનોમાં ઉભી રહેતી મહિલા ને જોઈ હતી. ત્યારબાદ નોટ બાંધી વખતે જૂની નોટો બદલવા માટે લોકોને લાઈનમાં ઉભા રહેતા જોયા હતા. અને હવે સમય આવ્યો છે લોકો ડુંગળી માટે લાઈના ઉભા રહે […]

Top Stories India

ડુંગળીના આસમાન ને આંબેલા ભાવે લોકોને ડુંગળીની ચોરી અને ડુંગળી બાબતે દંગલ કરવા માટે મજબુર કર્યા છે. અત્યાર સુધી પીવાના પાણી માટે લાંબી લાઈનોમાં ઉભી રહેતી મહિલા ને જોઈ હતી. ત્યારબાદ નોટ બાંધી વખતે જૂની નોટો બદલવા માટે લોકોને લાઈનમાં ઉભા રહેતા જોયા હતા. અને હવે સમય આવ્યો છે લોકો ડુંગળી માટે લાઈના ઉભા રહે છે. ડુંગળીના વધેલા ભાવે લોકોને ડુંગળીની માટે લાઈનમાં ઉભા રહેવા માટે મજબુર કર્યા છે.

ડુંગળીના ભાવ આખા દેશમાં આકાશને આંબી  રહ્યા છે, જ્યારે બિહાર, ઝારખંડમાં બિસ્કોમન નાફેડના સહયોગથી રૂ. 35 કિલો ડુંગળી આપવામાં આવી રહી છે. પરંતુ આ ડુંગળીનું વિતરણ કરવા આવેલા અધિકારીઓ હેલ્મેટ પહેરેલા જોવા મળે છે. હકીકતમાં, આની પાછળનું કારણ એ છે કે આટલા સસ્તા ભાવે ડુંગળી મેળવવાની  પ્રક્રિયામાં, બહુ ભીડ ભેગી થઇ રહી છે. અને કેટલાક સ્થળો પર ભીડ ગુસ્સે થઈ રહી છે અને અધિકારીઓને નિશાન બનાવી રહી છે.

ડુંગળીનું વિતરણ કરવા આવેલા બિસ્કોમન અધિકારી રોહિત કુમારે જણાવ્યું હતું કે, ‘અમુક સ્થળોએ પથ્થરમારો અને નાસભાગની ઘટનાઓ બની છે. આવી સ્થિતિમાં, અમારી પાસે આ વિકલ્પ છે. અમને કોઈ સુરક્ષા આપવામાં આવી નથી. રવિવારે બિસ્કોમનની ટ્રકની પાછળ લોકોની લાંબી કતાર જોવા મળી હતી જે પટણામાં  ડુંગળી વહેંચવા માટે આવી હતી. બિસ્કોમેન 2 કિલો ડુંગળી પ્રતિ વ્યક્તિદીઠ 35 રૂપિયા આપી રહ્યું છે.

શનિવારે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે બિસ્કોમેનના કર્મચારીઓ ડુંગળીના વિતરણમાં ભેદભાવ કરી  રહ્યા છે. લોકોએ ફરિયાદ કરી હતી કે આ લોકો કમિશન લઈને શાકભાજી માલિકો અને તેમના લોકોને નિયત જથ્થા કરતા વધારે ડુંગળી આપી રહ્યા છે. આ ડુંગળીનું વિતરણ કરવા આવેલા અધિકારીઓ હેલ્મેટ પહેરેલા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.