Ahmedabad News/ અમદાવાદમાં સરાજાહેર આતંક! બાપુનગરમાં ૩ યુવાનો પર નજીવી બાબતે છરી વડે જીવલેણ હુમલો

Ahmedabad Bapunagar Stabbing Incident અમદાવાદના બાપુનગરમાં સિગારેટ પીવા બાબતે થયેલી બોલાચાલીમાં દેવ રાજપૂત અને શિવકુમારે ૩ યુવાનો પર છરી વડે હુમલો કર્યો. રોહન નામના યુવકની હાલત ગંભીર છે.

Top Stories Ahmedabad Gujarat
Bapunagar Crime News

Bapunagar Crime News: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ નજીવી બાબતમાં જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. માત્ર સિગારેટ પીવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બે શખ્સોએ મળીને ત્રણ યુવાનો પર છરી અને અન્ય હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી છે.

Bapunagar: શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ગત રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ બાપુનગરના છેલ્લા બસ સ્ટેન્ડ નજીક આ ઘટના બની હતી. અહીં સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે આરોપી દેવ રાજપૂત અને શિવકુમાર ઉર્ફે લલ્લુ રાજપૂત ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યાં હાજર ત્રણ યુવાનો પર તૂટી પડ્યા હતા.

Bapunagar Crime News

છાતી અને માથાના ભાગે છરીના ઝીંકાયા ઘા

આ હુમલો એટલો ભયાનક હતો કે આરોપી દેવ રાજપૂતે એક યુવાનના છાતીના ભાગે છરીનો જોરદાર ઘા માર્યો હતો. જ્યારે તેના સાથીદાર શિવકુમાર ઉર્ફે લલ્લુએ અન્ય યુવાનો પર માથા અને પગના ભાગે પ્રહાર કર્યા હતા. આ હુમલામાં રોહન નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અન્ય એક યુવકને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે.

કારમાં તોડફોડ કરી આરોપીઓ ફરાર

હુમલાખોરો માત્ર શારીરિક ઈજાઓ પહોંચાડીને અટક્યા નહોતા, તેમણે ત્યાં પડેલી કારના કાચ તોડી નાખી ભારે તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચો:પોલીસે પોક્સોના ગુનામાં વડોદરા અને જામનગરથી બે આરોપીને ઝડપી લીધા

આ પણ વાંચો:ભાવનગરમાં વધુ એકવાર અસામાજિક તત્વો બન્યા બેફામ, નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો

આ પણ વાંચો:“AI નજરે અંબાજી અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી”