Arvalli News: અરવલ્લી (Arvalli)માં પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ જોવા મળ્યું. માલપુર (Malpur)ના નાથવાસ (Nathavas) ગામની ઘટના સામે આવી છે. નાથવાસ ગામમાં એક મહિલાના મોત (Woment Death) મામલે મોટો હોબાળો મચ્યો. રામપુરની મહિલાના મોતને લઈને ઉહાપોહ થતા પોલીસ (Police) અને ગ્રામજનો સામસામે આવી ગયા.
યુવતીના શંકાસ્પદ મોત મામલે પિયરિયાઓએ સાસરિયા પક્ષ પર આક્ષેપ લગાવ્યો હતો અને સાસરિમાં જઈ પથ્થરમારો અને હોબાળો કર્યો હતો. જ્યાં સમજાવવા પહોંચેલી પોલીસ પર પણ પિયર પક્ષે પથ્થરમારો કરી 10 પોલીસકર્મીઓને ઈજા પહોંચાડી હતી. જ્યારે પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. પોલીસે મામલો થાળે પાડવા લાઠીચાર્જ કરીને ટોળાને વિખેર્યું હતું. જેમાંથી 8 લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. જે બાદ પોલીસે 27 નામજોગ અને 200ના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ નાથાવાસની મહિલાને રામપુર મુકામે પરણાવી હતી. પરંતુ મહિલાનું મોત થતા મૃતકના પિયારીયાઓએ ગંભીર આરોપ લગાવ્યા હતા. મૃતકના પિયારીઓ દ્વારા પોલીસ પર હુમલો કરાયો. આ હુમલામાં 5 PI અને 5 પોલીસ કોન્સ્ટેબલોને ઇજાઓ થઈ હતી. પોલીસ અને ગ્રામજનો વચ્ચે મોટું ઘર્ષણ થતા સ્થાનિકો દ્વારા પોલીસની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા. દરમ્યાન મૃતક મહિલાની સાસરીનું મકાન પણ સળગાવવાનો પ્રયાસ કરતા તોડફોડ કરવામાં આવી હતી.
મનીષાના મોત બાદ તેના સસરા રણછોડભાઈ તરાર મોત બાબતે જાણ કરવા માટે માલપુર પોલીસ સ્ટેશને ગયા હતા. ત્યાર બાદ પંચનામું કરવા પહોંચેલી પોલીસને પિયરિયાઓના આક્ષેપોની જાણ થતા માલપુર PSIએ બાયડ Dy.SPને સમગ્ર બાબતે જાણ કરી હતી. મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે માલપુર સીએચસી લાવેલા પરંતુ મનીષાના પિયરિયાઓ દ્વારા વધુ શંકાઓ કરી મનીષાને મારી નાખી છે એવા ઉગ્ર આક્ષેપો કરતા હતા. ત્યાં મામલો વધુ બીચક્તા પિયરિયાઓ લાકડીઓ, લોખંડની પાઇપો અને પથ્થરો લઈ રામપુર પહોંચ્યા હોવાના સમાચાર મળતા માલપુર PSIએ વાતાવરણ તંગ જોઈ જિલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરી વધુ બંદોબસ્તની માગ કરી હતી.
નાથાવાસની મહિલાના મોતને લઈને ગ્રામજનો અને પોલીસ વચ્ચે મોટું ઘર્ષણ થતા જિલ્લા ભરની પોલિસ માલપુર ખડકી દેવામાં આવી હતી. વધુ તપાસ માટે હાલમાં મૃતકનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે હાલ 5 આરોપીઓની ધરપકડ કરી 23 નામ જોગ અને 200 ના ટોળા સામે ફરિયાદ કરી.
આ પણ વાંચો: અરવલ્લી જિલ્લામાં નકલી ડેપ્યુટી કલેક્ટરની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો: અરવલ્લીમાં તીડના આતંકથી સ્થાનિકોમાં હાલ થયા બેહાલ
આ પણ વાંચો: અરવલ્લીમાં વીજકરંટથી બેનાં મોત, પિતાને બચાવવા જતા પુત્રએ પણ ગુમાવ્યો જીવ
