Jamnagar News: જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી પવિત્ર અમરનાથ યાત્રા દરમિયાન ગુજરાતના જામનગરના એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેક (Heart Attack During Amarnath Yatra)ના કારણે દુઃખદ અવસાન થયું છે. બાબા બર્ફાનીના દર્શનની શ્રદ્ધા સાથે યાત્રાએ ગયેલા 61 વર્ષીય પ્રવીણભાઈ પરમારનું પવિત્ર ગુફાથી થોડા જ અંતરે હૃદયરોગનો હુમલો આવતાં મોત થયું હતું. આ ઘટનાથી પરિવારજનો તેમજ જામનગર શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે.
કાલી માતા મંદિર પાસે અચાનક હાર્ટ એટેક
માહિતી મુજબ પ્રવીણભાઈ પરમાર અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થા સાથે બાલતાલ રૂટ પરથી પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા. પવિત્ર ગુફાથી અંદાજે 3થી 4 કિલોમીટર દૂર આવેલા કાલી માતાના મંદિર નજીક તેમને અચાનક તીવ્ર હાર્ટ એટેક (Heart Attack During Amarnath Yatra) આવ્યો હતો.
Heart Attack During Amarnath Yatra : સારવાર છતાં જીવ બચાવી શકાયો નહીં
ઘટનાની જાણ થતાં જ શ્રાઇન બોર્ડના અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પ્રવીણભાઈને નજીકના મેડિકલ કેમ્પમાં ખસેડીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તમામ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
30 જૂને જામનગરથી યાત્રાની શરૂઆત
પ્રવીણભાઈ પરમાર 30 જૂનના રોજ જામનગરથી અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. યાત્રા દરમિયાન તેઓ સૌપ્રથમ જમ્મુ પહોંચ્યા હતા. ત્યારબાદ 2 જુલાઈએ શ્રીનગર અને 3 જુલાઈએ બાલતાલ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. 4 જુલાઈએ તેમણે બાલતાલથી પવિત્ર ગુફા તરફની યાત્રા શરૂ કરી હતી.
પાર્થિવ દેહ હવાઈ માર્ગે ગુજરાત લવાયો
નિધન બાદ તેમના પાર્થિવ દેહને સૌપ્રથમ સોનમર્ગ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રીનગર એરપોર્ટથી હવાઈ માર્ગે દિલ્હી અને ત્યાંથી વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે પાર્થિવ દેહને તેમના વતન જામનગર પહોંચાડવામાં આવ્યો.
જામનગરમાં શોકનો માહોલ
પ્રવીણભાઈના અચાનક અવસાનથી પરિવારજનો, મિત્રો અને ઓળખીતાઓમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. બાબા બર્ફાનીના દર્શનની આસ્થા સાથે શરૂ થયેલી યાત્રા દુઃખદ ઘટનામાં ફેરવાતા સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં હાર્ટ એટેકથી 3,253 મોત: NCRBના આંકડાઓએ વધારી ચિંતા, યુવાનો માટે એલર્ટ
આ પણ વાંચો:જૂનાગઢના ભવનાથ મેળામાં પોલીસ બની દેવદૂત, ખભા પર ઊંચકીને હાર્ટ એટેકના દર્દીનો જીવ બચાવ્યો
આ પણ વાંચો:બનાસકાંઠામાં હાર્ટ એટેકે મચાવ્યો હાહાકાર: ભાભરમાં માત્ર 24 કલાકમાં 4નાં મોત
