Amreli News/ બત્રીસ દાંત વચ્ચે જીભ સમાન દેવળકી ગામનો વિકાસ રૂંધાયો

અમરેલી જિલ્લાનું એક એવું ગામ જે રાજકોટ જિલ્લામાં બત્રીસ દાંત વચ્ચે જીભ સમાન બે જિલ્લાઓ વચ્ચે વિકાસ જંખતું વડીયા તાલુકાનું દેવળકી ગામ 2017 મા બનેલ પશુ દવાખાનું આજની તારીખે કાર્યરત ન થયું અને પશુઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું છે.

Gujarat Others Breaking News

Amreli News: અમરેલી જિલ્લાનું એક એવું ગામ જે રાજકોટ જિલ્લામાં બત્રીસ દાંત વચ્ચે જીભ સમાન બે જિલ્લાઓ વચ્ચે વિકાસ જંખતું વડીયા તાલુકાનું દેવળકી ગામ 2017 મા બનેલ પશુ દવાખાનું આજની તારીખે કાર્યરત ન થયું અને પશુઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું છે.

આમ તો અમરેલી જિલ્લો હોવી વિકાસની રાહ પર સારી રફતાર પકડી છે, પરંતુ જિલ્લાના છેવાડાના તાલુકાના દેવળકી ગામની વિકાસની વાત કંઈક અલગ જ છે. દેવળકી ગામની ફરતી બાજુ રાજકોટ જિલ્લાના ગામ છે અને એમાં ટાપુ બનીને અમરેલી જિલ્લાનું ગામ છે જે બે જિલ્લાઓની વચ્ચે ગામનો વિકાસ રૂંધાતો જણાઈ રહ્યો છે. 2017માં બનાવેલ પશુઓની સારવાર માટે દવાખાનું જેમાં કોઈ ડોકટરોની કે સ્ટાફ ની નિમણૂક થઈ જ નહીં અને એ દવાખાનું આજે રેઢિયાળ પશુઓનો અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની વાતો સ્થાનિકો કહી રહયા છે.

જો કે આ દેવળકી ગામમાં આ એક પશુ દવાખાનું નહિ અનેક એવી વાતો છે વિકાસની જે રૂંધાતી જણાઈ રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ ગામમાં ખેડૂતો ખેતી કામ કરીને ગુજરાન ચલાવે છે અને માલધારીઓ પણ રહે છે જ્યારે પશુઓને દવાખાની જરૂર પડે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડે છે ત્યારે તંત્રની આ ઘોર બેદરકારીને લઈને અહીં પ્રજાના રૂપિયા સરકારે કરેલ ખર્ચ આજે ધૂળ ધાણી થઈ ગયા છે તમામ લાદીઓ અને દરવાજા બારી અને શૌચાલય નષ્ટ થઈ ગયું છે. મકાનનું બાંધકામ નવું થયું પરંતુ કોઈ ઉપયોગમાં આવ્યું નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠાની સ્કૂલની શિક્ષિકા આઠ વર્ષથી સ્કૂલે ન આવવા છતાં લે છે પગાર

આ પણ વાંચો:આદિવાસી મ્યુઝિયમમાં જ આદિવાસી યુવાનને માર મરાયો, એકનું મોત

આ પણ વાંચો:સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં