Narmada News: નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોનીમાં આદિવાસી મ્યુઝિયમમાં જ બે આદિવાસી યુવાનોને ઢાર મારવામાં આવતા એકનું મોત થયું છે. તેના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. આદિવાસી યુવાનના મોતના પગલે પોલીસે પણ તાત્કાલિક પગલાં લઈ આરોપીઓની ધરપકડ કરી હતી.
નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની નજીક ગરુડેશ્વર ખાતે બનતું આદિવાસી મ્યુઝિમ વિવાદમાં આવ્યું છે. મ્યુઝિયમમાં કામ કરતાં છ શખ્સોએ મોડી રાત્રે બે વ્યક્તિઓને હથિયારોથી માર મારતા એકનું મોત નીપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે કેવડિયા અને ગણભા ગામના બે યુવાનો રાત્રે આદિવાસી મ્યુઝિયમાં ગયા હતાં. બન્ને ચોરી કરવા આવ્યા છે, તેવી શંકા રાખીને મ્યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓએ બન્ને પકડી લીધા હતા. ત્યારબાદ તેમને બાંધી દીધા હતા, મ્યુઝિયમના કર્મચારીઓ પાઈપ, દંડા અને ગરદાપાટું માર માર્યો હતો.
આ ઘટના બાદ બન્ને યુવાનોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ગરૂડેશ્વરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. અન્ય યુવાનની સારવાર ચાલી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે મૃતક યુવાનનું નામ જયેશ તડવી છે અને સારવાર હેઠળ રહેલા યુવાનનું નામ ગજેન્દ્ર તડવી છે.
પોલીસે 6 શખ્સોની કરી ધરપકડ
ઘટનાની જાણ થતાં જ જિલ્લાનો પોલીસ કાફલો પહોંચી હયો હતો. જિલ્લા પોલીસ વડાએ હુમલો, એટ્રોસિટી સહિતા ગુનાઓ દાખલ કર્યા છે. મ્યુઝિમમાં કામ કરતાં માર્ગિશ ધીરપડા, દેવલ પટેલ, દીપકકુમાર યાદવ, વનરાજ તાવડિયા, શૈલેષ તાવડિયા અને ઉમેશ ગુપ્તાની ધરપકડ કરી છે.
યુવાનની હત્યા બાદ સ્થાનિક રાજકારણ પણ ગરમાયું હતું. નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્યો સ્થળ તેમજ હોસ્પિટલમાં દોડી ગયા હતાં. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરવસાવા મૃતક અને ઈજાગ્રસ્ત પરિવારના સભ્યોને સહાય આપવા તેમજ મ્યુઝિયમ તૈયાર કરનાર અમદાવાદની એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનને આરોપી બનાવાવની માંગણી સાથે હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયા હતા.
આ પણ વાંચો:બુટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એક કોન્સ્ટેબલ સહિત પીએસઆઇ ને ઇજા
આ પણ વાંચો:રાજ્ય અને જિલ્લા કક્ષાએથી રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કરેલ કામગીરી
આ પણ વાંચો:એક પેડ માઁ કે નામ”: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ