Rajkot Gondal Road Accident: રાજકોટના ગોંડલ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટાટાના શોરૂમ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર અને એક ઈકો કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ઈકો ગાડીમાં સવાર પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Rajkot : લૌકિક પ્રસંગ પતાવી ઘરે જઈ રહ્યો હતો પરિવાર
મળતી માહિતી મુજબ, ઈકો ગાડીમાં સવાર પરિવાર કોઈ લૌકિક પ્રસંગ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ગોંડલ રોડ પર ટાટાના શોરૂમ પાસે પહોંચતા જ સામેથી આવતી બેફામ સ્કોર્પિયો કાર કાળ બનીને ત્રાટકી હતી. ધડાકાભેર થયેલા આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: રાજકોટના આજી ડેમમાં કરુણ દુર્ઘટના: ચાર મિત્રો ડૂબ્યા, ત્રણના મોત, એક લાપતા
આ પણ વાંચો: રાજકોટમાં કાળઝાળ ગરમીનો કહેર, હીટસ્ટ્રોકથી છેલ્લા 48 કલાકમાં 2 મોત
આ પણ વાંચો: રાજકોટમાં સ્થાનિક પરિણામ પૂર્વે જ વિજયની ઉજવણી
