લખીમપુર હિંસા કેસમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાની કલમ 151 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પ્રિયંકા ગાંધી રવિવારે મોડી રાત્રે લખનઉથી લખીમપુર ખેરી જવા રવાના થયા હતા, પરંતુ સીતાપુરમાં જ તેમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ સાવરણીથી કસ્ટડી રૂમની સફાઈ કરતા જોવા મળ્યા હતા. પ્રિયંકા ગાંધી લખીમપુરમાં હિંસા દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને મળવા જઈ રહ્યા હતા. તેમણે કસ્ટોડિયલ સત્યાગ્રહ શરૂ કર્યો છે અને તેમની એક જ માંગ છે કે હું ખેડૂતોને મળ્યા વગર નહીં જાઉં. આરોપ છે કે પોલીસે પ્રિયંકા ગાંધી સુધી કાનૂની સહાય સુધી પહોંચવા દીધી ન હતી.
આ પણ વાંચો :ખેડૂતોએ કહ્યું આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહના અંતિમ સંસ્કાર નહી
આ પહેલા સોમવારે સવારે, જ્યારે પ્રિયંકા ગાંધીને હરગાંવ નજીક પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, ત્યારે તેમણે યુપી પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર દલીલ કરી હતી. પ્રિયંકા ગાંધીએ પોલીસ અધિકારીઓને કહ્યું કે તેઓ તેમને આવી કસ્ટડીમાં લઈ શકે નહીં. જો તેઓ તેમને વોરંટ વગર લઈ જાય અને દબાણ કરે તો તે અપહરણ, છેડતી અને હિંસાનો કેસ બની જાય છે.
भाजपा सरकार किसानों को कुचलने की राजनीति कर रही है, किसानों को खत्म करने की राजनीति कर रही है। pic.twitter.com/51R5Kmt41B
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 4, 2021
આ પણ વાંચો :પેન્ડોરા પેપર્સ લીકનાં ખુલાસા બાદ પાકિસ્તાન PM સહિત 700 મોટા માથાનાં નામ આવ્યા બહાર
પ્રિયંકા ગાંધીએ પોલીસકર્મીઓને વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ પાસેથી ધરપકડનું વોરંટ મેળવવા કહ્યું. ધરપકડનું વોરંટ બતાવો અને તેમને હાથકડી પહેરાવો, પછી તેઓ ખુશીથી સાથે જવા માટે તૈયાર થશે. જ્યારે પોલીસ અધિકારીઓએ મહિલા પોલીસકર્મીઓને આગળ કર્યા અને તેમને કહ્યું કે મહિલાઓને આગળ ન કરો. તેઓ કાયદો પણ જાણે છે. યુપીમાં કદાચ કાયદાનું પાલન ન થાય, પરંતુ દેશમાં કાયદો છે.
આ પણ વાંચો :પેન્ડોરા પેપર્સ: ઓફશોર ડેટાની અત્યાર સુધીની સૌથી મોટી લીક , સચિન તેંડુલકર, અનિલ અંબાણી સહિત ઘણા મોટા નામો
આ પણ વાંચો :વિશ્વમાં 48 લાખથી વધુ લોકોનાં થયા મોત, દેશમાં આ આંકડો પહોંચ્યો 4.50 લાખ નજીક
શું છે આ સમગ્ર મામલો?
લખીમપુર ખીરીમાં હેલિપેડ પર ધરણાથી શરૂ થયેલું ખેડૂતોનું પ્રદર્શન હિંસક બની ગયું જેમાં 8 લોકોના મોત થયા. હકીકતમાં રવિવારે લખીમપુર ખીરીમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય મુલાકાત કરવાના હતા. કેશવપ્રસાદ મૌર્ય લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ગામ જઈ રહ્યા હતા. અજય મિશ્રા ટેનના પુત્ર આશીષ મિશ્રા કેશવ પ્રસાદ મૌર્યને રિસિવ કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં પહેલેથી જ ખેડૂતો હાજર હતા જે કેશવ પ્રસાદનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા.
ત્યારબાદ ખેડૂતોએ અજય મિશ્રા ટેનીના પુત્રનો વિરોધ શરૂ કરી દીધો અને પછી ખેડૂતોએ આ નેતાઓના કાફલાને રોકવાની કોશિશ કરી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કથિત રીતે ગાડી ચડાવી દીધી. લખીમપુરમાં તણાવ જોતા પ્રશાસને ઘટનાસ્થળના 20 કિમીના દાયરામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ADG લો અને ઓર્ડર સહિત પોલીસના સીનિયર ઓફિસરોને ઘટનાસ્થળે મોકલ્યા છે.
