Gujarat Local Body Election 2026/ રાજકોટમાં  સ્થાનિક પરિણામ પૂર્વે જ વિજયની ઉજવણી

રાજકોટમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષ વિજયને લઈને એટલો જ આશ્વસ્ત થઈ ગયો છે કે તેના કેટલાક વોર્ડમાં તો પરિણામ પૂર્વે વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષ વિજયને લઈને એટલો જ આશ્વસ્ત થઈ ગયો છે કે તેના કેટલાક વોર્ડમાં તો પરિણામ પૂર્વે વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટના શહેરમાં ભાજપના વોર્ડ નંબર 7,8,9ની ઓફિસે અત્યારથી જ પક્ષના વિજયની ઉજવણી થવા લાગી છે. આ ઉપરાંત પક્ષના કેન્દ્રીય કાર્યાલયમાં ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરવામાં આવી છે.

ભાજપના મોટી સંખ્યામાં બૂથ લેવલના કાર્યકરો આ બેઠકમાં હાજર રહ્યા હતા. વોર્ડ નંબર સાત, આઠ અને નવના કાર્યકરોએ સ્થઆનિક ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું હતું કે પ્રજા અમારી પાસે છે. રાજ્યમાં વિકાસના કાર્યોની અવિરત ધારાનો ફાયદો સ્થાનિકોને પણ મળ્યો છે. આજે આખા રાજકોટમાં જાણે પ્રજાકીય ઝોક શાસક પક્ષ તરફ છે.

તેથી જ પક્ષની કેન્દ્રીય કચેરીમાં ફટાકડા ફોડીને આજે ઉજવણી કરી દેવામાં આવી છે. આમ રાજકોટ હાલમાં તો સૌરાષ્ટ્રમાં ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તેથી તેમા જે પણ થાય તા પડઘા આખા સૌરાષ્ટ્રમાં પડે છે. આ સંજોગોમાં રાજકોટમાં પક્ષનો વિજય આખા સૌરાષ્ટ્રમાં ભાજપના આત્મવિશ્વાસમાં વધારો કરશે અને વિપક્ષનો આત્મવિશ્વાસ ઘટાડશે. તેના કારણે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષને મહત્વનું બળ મળશે.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું