Lifestyle/ પ્રોટીનથી ભરપૂર સત્તુના લાડુ….ગરમીમાં નાસ્તા માટે શ્રેષ્ઠ વિકલ્પ…ઝટપટ રેસિપી..!

આ સ્પેશ્યલ ઉનાળુ વાનગી ખાવાનો લાભ એ છે કે તમે વધારે કેલરી ખાવાથી બચી જશો! સત્તુના લાડુ (Sattu Laddu) ગરમીમાં ખવાતુ એક પરંપરાગત સુપરફૂડ છે…

Lifestyle Food Health & Fitness Trending
Sattu Laddu, શેકેલા ચણા, ઉનાળા, વાનગી, સુપરફૂડ

Lifestyle: ઉનાળાની કાળઝાળ ગરમીમાં સત્તુનું સેવન અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. જો સવાર-સવારમાં કંઇક ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય તો આ સત્તુના લાડુ (Sattu Laddu) ઘરે બનાવીને તમે આરામથી ખાઇ શકો છો.

આ લાડુની વિશેષતા એ છે કે એને બનાવવા માટે તમારે ઘી, ખાંડ તથા અન્ય વસ્તુઓની વધારે જરુર પડતી નથી આથી આ સ્પેશ્યલ ઉનાળુ વાનગી ખાવાનો લાભ એ છે કે તમે વધારે કેલરી ખાવાથી બચી જશો! સત્તુ ગરમીમાં ખવાતુ એક પરંપરાગત સુપરફૂડ છે અને નાસ્તા (Breakfast) માટે તો એ બેસ્ટ રહે છે.

Sattu Laddu, શેકેલા ચણા, ઉનાળા, વાનગી, સુપરફૂડ

સત્તુ ગરમીમાં ખવાતુ એક પરંપરાગત સુપરફૂડ

ઉનાળાની ગરમી (Summer Season)માં અને વિશેષ કરીને જૂન-જુલાઇમાં ગુજરાત અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં પારો 40 ડિગ્રીને વટાવી જાય છે અને આ સંજોગોમાં આવી કાળઝાળ ગરમીથી બચવા માટે ખાણી-પીણીમાં પરિવર્તન ઘણું જ જરુરી છે. દાદી અને નાનીના નુસખાઓને અનુસરીએ તો ગરમીમાં સત્તુનું સેવન કરવું ઘણું જ ફાયદાકારક છે જેથી લૂ (Heat Stroke) અને ગરમીથી બચી શકાય!

સત્તુ ખાવાના સ્વાસ્થ્યલાભ (Health Benefits of Sattu)

સત્તુ ગરમીમાં ખવાતુ એક પરંપરાગત સુપરફૂડ (Traditional Superfood) છે અને સવારના નાસ્તા માટે તો એ બેસ્ટ રહે છે.

Sattu Laddu, શેકેલા ચણા, ઉનાળા, વાનગી, સુપરફૂડ

તમારી માહિતી માટે જણાવી દઇએ કે, સત્તુને શેકેલા ચણા (Roasted Chickpeas)ને વાટીને બનાવવામાં આવે છે. સત્તુમાં મળી આવતા તમામ તત્વો શરીર માટે વરદાન સમાન સાબિત થાય છે. સત્તુને શેકેલા ચણામાંથી બનાવવામાં આવે છે એથી એમાં પ્રોટીન અને વિટામિન (Protein & Vitamin) ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. એને ખાવાથી શરીરને તાકાત મળે છે અને ઉનાળામાં અનુભવાતી સુસ્તી અને નબળાઇથી મુક્તિ મળે છે.

આ ઉપરાંત, આ લાડુ ખાવાથી શરીરમાં ઠંડક પણ થાય છે અને મજાની વાત એ છે કે એ સ્વાદિષ્ટ પણ હોય છે! તો વિના વિલંબે આ સ્વાદસભર, પૌષ્ટિક લાડવાની રેસિપી વિશે જાણી લઇએ…

શી રીતે બનાવશો સત્તુના લાડુ? (Sattu Laddu Recipe)

સત્તુના લાડુ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 વાડકો સત્તુ પાવડર

આવશ્યકતા અનુસાર ઘી

બારીક સમારેલા સૂકા મેવા જેમ કે,

કાજુ

બદામ

કિશમિશ

પિસ્તા

મગસતરીના બીજ

જરુર મુજબ સમારેલો ગોળ કે ખડી સાકરનો ભૂકો (મિસરી)

ખજૂર (વૈકલ્પિક)

મિલ્ક મેઇડ અથવા તો મીઠાઈ મેઇડ (વૈકલ્પિક)

Sattu Laddu, શેકેલા ચણા, ઉનાળા, વાનગી, સુપરફૂડ

બનાવવાની વિધિ

1. સત્તુના લાડુ બનાવવા માટે લોખંડની કડાઇ કે નૉન-સ્ટિક પૅનમાં 1 વાડકો ભરીને સત્તુનો પાવડર લેવો અને થોડું ઘી લઇને હળવો શેકી લેવો.

2. સત્તુને વધારે શેકવાની જરુર નથી કારણ કે, એ શેકેલા ચણામાંથી જ તૈયાર કરવામાં આવે છે.

3. જ્યારે પણ સત્તુ શેકાઇ જાય ત્યારે એને એક મોટી પ્લેટમાં કાઢી લો અને ઠંડુ થવા દો.

4. હવે આ સત્તુમાં તમે ઇચ્છો તો ગળપણ માટે ખજૂર (Dates)ને મિક્સરમાં પીસીને ઉમેરી શકો છો. ઘણા લોકો સમારેલો ગોળ, ખડી સાકર કે ગુરુખાંડ પણ ઉમેરે છે.

5. તમે ગળપણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો. હવે આ મિશ્રણમાં લીલી ઇલાયચીને વાટીને ઉમેરી દેવી જેથી સરસ ફ્લેવર આવે! બારીક સમારેલા સૂકા મેવા (Dry Fruits) અને મગસતરીના બીજ પણ ઉમેરી શકો છો.

6. હવે આ મિશ્રણના નાના-નાના લાડુ વાળી લેવા. જો લાડુ ન બંધાતા હોય તો એમાં થોડું ગરમ કરેલું ઘી ઉમેરવાથી એને સરસ રીતે વાળી શકાશે.

7. આ લાડુના મિશ્રણમાં તમને પસંદ હોય તો મિલ્ક મેડ (Milk Made) અથવા તો મીઠાઈ મેઇડ (Mithai Made) પણ ઉમેરી શકો છો. આનાથી લાડુની મીઠાશ ઓર વધી જશે અને બાઇન્ડિંગ પણ સરળ બનશે.

તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ અને પોષણસભર સત્તુના લાડુ….આ લાડુ બેસનના લાડુથી પણ સ્વાદિષ્ટ બનશે અને ખાસ કરીને બાળકો (Kids)ને તો એનો સ્વાદ અત્યંત પસંદ પડશે! તમે એમને લંચ બોક્સમાં પણ આ લાડુડી આપી શકશો. આ મસ્ત મજાની લાડુડી તમે થોડી જ મિનિટોમાં બનાવી શકશો. દરરોજ સવારે એક લાડુ નાસ્તામાં ખાવાથી તમે આ ભીષણ ગરમીમાં પણ ઊર્જાવાન રહેશો. એને ખાવાથી શરીરને તાકાત મળશે અને ઉનાળામાં અનુભવાતી સુસ્તી અને નબળાઇમાંથી મુક્તિ મળે છે.


આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો: ઉનાળામાં કરો ડુંગળીનું સેવન…મેળવો અઢળક સ્વાસ્થ્યલાભ…કાળઝાળ ગરમીમાં લૂ નહિં લાગે..!