Lifestyle: મખાના સુપરફૂડના મહત્વ અને એક્સપોર્ટ કોમોડિટી તરીકેની એની વેલ્યૂને દર્શાવતા તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, “વર્ષના 365 દિવસો પૈકી લગભગ 300 દિવસ હું મખાનાનું સેવન કરું છું. આ એક સુપરફૂડ છે જેને હવે આપણે વૈશ્વિક બજાર (Global Market)માં લઇ જવાનું છે.”
ભારતભરમાં પરંપરાગત રીતે ખાવામાં આવતા મખાના (Makhana) આજે સમગ્ર દુનિયામાં એક હૅલ્ધી સ્નૅક (Healthy Snack)ના સ્વરુપે લોકપ્રિય બની ચૂક્યું છે. એ ફક્ત સ્વાદિષ્ટ છે એટલું જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. દેશના વડાપ્રધાન મોદીએ (PM Modi) બિહારની મુલાકાત દરમિયાન કહ્યું હતુ કે, એ વર્ષમાં લગભગ 300 દિવસ (300 Days) મખાના અવશ્ય ખાય છે અને એમણે મખાના ને સુપરફૂડ (Super Food)નું બિરુદ આપ્યું છે. પીએમ ના આ બયાન પછી તો મખાના લાઇમલાઇટમાં આવી ગયા છે.
મખાણા કેટલા ગુણકારી?
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઇએ તો મખાના અર્થાત્ ફોક્સ નટ (Fox Nut) પ્રોટીન, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને ફાઇબરથી ભરપૂર ખાદ્ય પદાર્થ છે જે, આપણા શરીરને બીમારીઓથી રક્ષણ આપવાનું કામ કરે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે, મખાનાનું મહત્વ સૌપ્રથમ તો એની ન્યુટ્રિશનલ વેલ્યૂ(Nutritional Value)માં છુપાયેલું છે. એમાં પ્રોટીનની માત્રા સારી એવી હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવા અને શરીરની ઊર્જાને જાળવી રાખવામાં મદદગાર છે. તો ચાલો જોઇએ, મખાના ખાવાના ફાયદા (Makhana Benefits) અને એને આપણા આહારમાં શા માટે સામેલ કરવા જોઇએ એ વિશે વિસ્તૃત રીતે…

1. વજન નિયંત્રિત રાખે
વજન વધે નહિં એ માટે મખાના એક પ્રકારે વરદાન સમાન છે. એમાં પ્રોટીન વધારે અને કૅલરી ઓછી હોવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી અને વારંવાર ખાવાનું મન (Overeating) થતું નથી. વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોએ પોતાના ડાયેટમાં મશાનાને અવશ્ય સામેલ કરવા જોઇએ. સાંજે ભૂખ લાગે ત્યારે તળેલા નાસ્તા ખાધા કરતા જો મખાનાનું સેવન કરીએ તો વજન ઝડપથી ઘટાડી શકાય છે.
2. પ્રોટીન સભર સુપરફૂડ
આયુર્વેદ નિષ્ણાત તબીબો (Ayurvedic Doctors)ના મતે, મખાનાનું મહત્વ સૌપ્રથમ તો એની ન્યુટ્રિશનલ વેલ્યૂમાં છુપાયેલું છે. એમાં પ્રોટીન (Protein)ની માત્રા સારી એવી હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવવા અને શરીરની ઊર્જાને જાળવી રાખવામાં મદદગાર સાબિત થાય છે. આ જ કારણે, જીમમાં જઇને વ્યાયામ કરનારા અને સ્વાસ્થ્ય માટે સભાન યુવાનો એને ખૂબ પસંદ કરે છે.
3. પાચન માટે ઉત્તમ
નિષ્ણાતોના મતે, મખાનામાં રહેલા ફાઇબર પાચન શક્તિ (Digestion)ને બહેતર બનાવે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેવી કે, કબજિયાત, ગૅસ અને અપચો વગેરેમાં એના સેવનથી રાહત મળે છે. આ એક એવું રામબાણ ઔષધ છે જે, પાચનતંત્રના રોગોથી પીડિત લોકોની તકલીફ દૂર કરી શકે છે.
4. એન્ટિ-ઓક્સિડન્ટ્સનો ખજાનો
મખાનામાં રહેલા વિવિધ એન્ટિ-ઓક્સિડન્ટ્સથી એની ન્યુટ્રિશનલ વેલ્યૂ ઓર વધી જાય છે. શરીરની કોશિકાઓને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં એ સહાયક છે અને શરીરમાંથી ટૉક્સિન્સને બહાર કાઢવામાં પણ મદદરુપ છે.

5. હૃદય માટે ઉત્તમ
નિષ્ણાતોના મતે, મખાના હૃદય માટે પણ ફાયદાકારક છે. એમાં રહેલું પૉટેશિયમ અને મૅગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું અને હૃદયને સ્વસ્થ (Healthy Heart) બનાવી રાખવામાં સહાયક છે. હાઇ બીપી ના દર્દીઓ માટે તો એને નાસ્તામાં સામેલ કરવું બેહદ અસરકારક સિદ્ધ થાય છે.
6. ડાયાબિટીસને કંટ્રોલ કરે
મખાના લૉ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ધરાવે છે જેથી, આપણું બ્લડ શુગર (Blood Sugar) લેવલ નિયંત્રણમાં રહે છે. અને આ કારણે જ, મધુપ્રમેહના દર્દીઓને ડૉક્ટરો તળેલા કે અન્ય પ્રકારના નાસ્તા કરતા મખાના ખાવાની સલાહ આપે છે.
7. ત્વચાની લાલિમા જાળવે
મખાનાને આહારમાં નિયમિત રીતે સામેલ કરવાથી સ્કિન ગ્લૉઇંગ (Glowing Skin) બને છે અને ઘડપણના લક્ષણો પાછા ઠેલી શકાય છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:વડીલો વધારે ખુશ છે…યુવાનોમાં શાથી વધી રહ્યું છે ડિપ્રેશન?…એક્સપર્ટ્સની ચેતવણી!
આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!
