Not Set/ ઉનામાં જાતિ પ્રત્યે ટિપ્પણી કરતા યુવકોને માર મારતો વિડીયો થયો વાયરલ

ઉના, ઉનાના નાંદ્રખ ગામમાં ગુરૂવારનારોજ ત્રણ યુવકોને જાતિ પ્રત્યે ટિપ્પણી કરી હતી અને પીધેલી હાલતમાં ચાર શખ્સોએ માર ઢોર માર માર્યો હતો. માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના મામલે ઉના પોલીસે ત્રણ જેટલા શખ્સોની ધરપકડ કરી લીધી છે જ્યારે એક હજી ફરાર છે. આ મામલો થયો ત્યારે ચર્ચા હતી કે આ […]

Top Stories Gujarat Others Trending Videos

ઉના,

ઉનાના નાંદ્રખ ગામમાં ગુરૂવારનારોજ ત્રણ યુવકોને જાતિ પ્રત્યે ટિપ્પણી કરી હતી અને પીધેલી હાલતમાં ચાર શખ્સોએ માર ઢોર માર માર્યો હતો. માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ ઘટના મામલે ઉના પોલીસે ત્રણ જેટલા શખ્સોની ધરપકડ કરી લીધી છે જ્યારે એક હજી ફરાર છે. આ મામલો થયો ત્યારે ચર્ચા હતી કે આ ઘટનાનો સંબંધ ઉનાના સમઢિયાળા કાંડ સાથે છે. પરંતુ પોલીસે તે અંગે સ્પષ્ટીકરણ કરતા કહ્યું હતું કે, આ ઘટનાને સમઢિયાળાકાંડ સાથે કોઇ સંબંધ નથી.

મળતી માહિતી મુજબ, ઉનાના નાંદ્રખ ગામમાં ત્રણ યુવક પોતાના દાદાના ઘરેથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે પીધેલી હાલતમાં ચાર યુવકોએ તેમની સામે જાતિ વિષયક ટિપ્પણીઓ કરી હતી. જે પછી તેમણે ધોકા અને છરીથી હુમલો કરીને માર મારીને ફરાર થઇ ગયા હતાં.

આ યુવાનોને સારવાર માટે પ્રથમ ઊના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાર બાદ જૂનાગઢ સિવિલ રીફર કર્યા હતા. ગામની વચ્ચે જાહેરમાં આ યુવકોને માર મારતો વીડિયો પણ ઉતારવામાં આવીને વાયરલ કરાયો હતો. પોલીસે હુમલો કરનાર ચારેય સામે એસ્ટ્રોસિટી સહિતની કલમો લગાવી એફઆઈઆર નોંધવામાં આવી હતી.