Surat News/ સુરતમાં પાડોશીએ 6 વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું, હોસ્પિટલ દાખલ કરાઈ

હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

Gujarat Surat

Surat News : સુરતમાં બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. જેમાં વધુ એક બાળકી દુષ્કર્મનો શિકાર બની છે. આ બનાવની વિગત મુજબ ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી પર તેની પાડોશમાં જ રહેતા શખસે દુષ્ક્રમ આચર્યાનું સામે આવ્યું છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આરોપી ફરાર હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીને તેની પાડોશમાં જ રહેતા શખસે હવસનો શિકાર બનાવી છે.

6 વર્ષીય બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે માસૂમ બાળકી તેના કાકા પાસે હતી. કાકા નાઈટ શિફ્ટ કરીને આવ્યા હોય ઊંઘી ગયા હતા. ત્યારે પાડોશમાં જ રહેતો શખસ બાળકીને ઉઠાવી તેના ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતા રડતા તેના ઘરે પરત ફરી હતી અને કાકાને જાણ કરી હતી. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી હજીરાની એક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

14 માર્ચ 2025ની મોડીરાત્રે પણ કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી.પરિવાર સાથે સૂતેલી બાળકીનું અપહરણ કરી SMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. એ બાદ તેને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો. સવારે માતાએ બાળકીની હાલત જોતાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલ ખસેડાતાં તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી,

જેથી કતારગામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50થી વધુ સીસીટીવી ચેક કરતા અપહરણના સીસીટીવી મળી આવ્યાં હતા. ફૂટેજમાં આરોપી બાળકીને ઊંચકીને લઈ જતો દેખાય રહ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં જ અજય વર્મા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.જાન્યુઆરી 2025માં પણ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ઘટના સામે આવી હતી. એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી.

આરોપી બાળકીને અડધો કિલોમીટર દૂર આવેલા પોતાના રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. લગભગ એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે પહોંચી હતી. પરિવારે જોયું કે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું, જેથી તાત્કાલિક કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાનના રોડ શો વખતે જ વરસાદની આગાહી, સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા

આ પણ વાંચો:27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

આ પણ વાંચો:પેવર બ્લોકના કામના બિલના ચેક માટે 1.43 લાખની લાંચ લેતા જૂનાગઢનો જુનીયર એન્જીનિયર ઝડપાયો