Ahmedabad News/ વડાપ્રધાનના રોડ શો વખતે જ વરસાદની આગાહી, સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા

આજે સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી રોડ શો યોજવાના છે

Gujarat Ahmedabad

Ahmedabad News : PM મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે સાંજે અમદાવાદમાં મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજીતરફ રોડ શો વખતે જ અમદાવાદમાં વરસાદનું વિધ્ન આવે એવી શક્યતા છે. હવામાન વિભાગ તરફથી આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી રોડ શો યોજવાના છે. નોંધનીય છે કે રવિવારે સાંજે અમદાવાદમાં ભારે પવન ફૂંકાતાં રોડ શોના રૂટ પર બેનર અને મંડપને નુકસાન થયું હતું.

અમદાવાદ શહેરમાં આજે સાંજે PM મોદીનો રોડ શો યોજાવાનો છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં સાંજના સમયે પવન સાથે વરસાદની પણ શક્યતા છે. રવિવારે સાંજે પણ અમદાવાદ અને વડોદરામાં ભારે પવન ફૂંકાતાં પીએમના રોડ શોના રૂટ પર લગાવવામાં આવેલાં મંડપ અને બેનરને નુકસાન થયું હતું.હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે,

જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર-હવેલીમાં પણ આજે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીની શક્યતા છે. પવનની ગતિ 50થી 60 કિમીની રહેશે.

આવતીકાલ, એટલે કે 27 મેના રોજ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસામાં અલગ-અલગ સ્થળોએ, જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં, જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં રવિવાર રાત્રિના 9 વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઊડતાં વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં. સોમવારે અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજવાનો હોઈ, એની તમામ તૈયારીઓને રવિવારે જ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારે પવનના કારણે રસ્તાની બંને તરફ લગાવાયેલાં ઓપરેશન સિંદૂરનાં કટઆઉટ અને બેનર ફાટી ગયાં હતાં. વિવિધ જગ્યાએ લગાવાયેલા મંડપને પણ નુકસાન થયું હતું.

રવિવારે અમદાવાદની કર્ણાવતી ક્લબમાં પ્રખ્યાત ગુજરાતી સિંગર જિગરદાન ગઢવીનો કોન્સર્ટ યોજાયો હતો, જોકે રાતે 9 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને જોરદાર પવન ફૂંકાયો હતો, જેના કારણે કોન્સર્ટમાં આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ભારે પવન બાદ વરસાદ પણ પડ્યો હતો, જેના કારણે લોકો બચવા માટે ત્યાં લગાવેલાં બેનર અને પોસ્ટરો લઈને ઊભા રહી ગયા હતા. જેટલાં પણ બેનરો લગાવવામાં આવ્યાં હતાં વરસાદથી બચવા માટે લોકો એને લઈને ચાલવા માંડ્યા હતા.

કોન્સર્ટમાં લગાવેલાં બેનરો પણ પડી ગયાં હતાં. લોકોને વરસાદથી બચવા માટે બેનરની નીચે સહારો લેવો પડ્યો હતો.અમદાવાદ શહેરમાં ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયાં હતાં તો ક્યાં તોતિંગ ડાળીઓ તૂટી પડી હતી. ગણતરીની મિનિટોમાં જ અમદાવાદ ફાયરબ્રિગેડને ઝાડ પડી ગયાની આઠ ફરિયાદ મળી હતી.

અમદાવાદમાં ભારે પવન ફૂંકાવાને કારણે રવિવારે રાત્રે ત્રણ ફ્લાઈટને સુરત ડાઇવર્ટ કરવામાં આવી હતી. લખનઉ- અમદાવાદ, દિલ્હી અમદાવાદ અને હૈદરાબાદ અમદાવાદ ફ્લાઈટને સુરત ડાઇવર્ટ કરવામાં આવી હતી.અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. મોડીસાંજે ભારે પવન ફૂંકાતાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. હિંમતનગર અને વિજયનગર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનનાં છાપરાં ઊડ્યાં હતાં. મોટા ભાગનાં ગામડાંમાં વીજળી ડૂલ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્નલ સોફિયા કુરેશીની બહેન દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિજેતા પણ છે! શૂટિંગમાં રહી છે ગોલ્ડ મેડાલિસ્ટ

આ પણ વાંચો:કર્નલ સોફિયા કુરેશીના પિતા બાંગ્લાદેશ યુદ્ધમાં લડ્યા છે, કહ્યું- જો મને તક મળશે તો હું પાકિસ્તાનનો નાશ કરીશ…

આ પણ વાંચો:વિજય શાહે કરી કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી, કોંગ્રેસે કહ્યું- મંત્રી પદ પરથી…