Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં વધુ એક વખત અસામાજીક તત્વો (Anti-Social Element)નો આતંક સામે આવ્યો છે. જાહેર રોડ પર ધોળા દિવસે તલવાર અને ડંડા લઈ યુવક પર હુમલો કરાતા યુવકને શરીર પર ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.
અમદાવાદ શહેરમાં ગોમતીપુર (Gomtipur) વિસ્તારમાં ગઈકાલે અસામાજિક તત્વોનાં આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જાહેર રોડ પર ધોળા દિવસે તલવાર અને ડંડા વડે મારામારી થઈ હતી. છોટાલાલ અને મરિયમ બીબી ચાલીમાં દારૂ-જુગારના અડ્ડાઓને લઇ જૂની અદાવતમાં મારામારી થઈ હતી. અસામાજિક તત્વના ટોળા દ્વારા ડંડા અને તલવારો વડે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો.
યુવક ભાગવા જતા મોટરસાયકલ અને મોપેડ પર પટકાયો હતો. એક મહિલાએ વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે. યુવકને ગંભીર ઇજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો:અમદાવાદના પેલેડિયમ મોલ નજીક અસામાજીક તત્વોનો આતંક, પોલીસ પર ઉઠ્યા સવાલો
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા
આ પણ વાંચો:અસામાજીક તત્વોનો આતંક, ગાડી પર TV PRESS નું બોર્ડ લગાવી કરી દાદાગીરી
