Bardoli News/ કડોદરા મિલમાં મજૂરનો હાથ ખભાથી કપાઈ ગયો, સાડીના છેડામાં ફસાતા મશીનના ખેંચાણથી ધડથી અલગ

‘સેન્ટર મિલન મશીન’ પર સિલાઈ મશીન પર હાથ કપાઈ ગયો. કામ કરતી વખતે અચાનક સાડીના છેડામાં તેનો ડાબો હાથ ફસાઈ ગયો હતોઆ બનાવને લઈને મજૂરોમાં ભય સાથે આક્રોશ ફેલાયો છે

Gujarat Others
હાથ કપાઈ ગયો આ ઘટના મિલમાં સુરક્ષાની અપૂરતૂ વ્યવસ્થાની ચાડી ખાય છે

Bardoli News : બારડોલીના કડોદરામાં બનેલા એક ચોંકાવનારા બનાવમાં મિલમાંકામ કરતા મજુરનો હાથ મશીનના ખેંચાણને કારણે ખભાથી અલગ થઈ ગયો હતો. આ ઘટના કડોદરાની તાંતીથૈયા સ્થિત પ્રભાકર પ્રોસેસર મિલ પ્રા.લિ.માં બન્યો હતો. મેનેજમેન્ટની ઘોર બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ બનાવને લઈને મજૂરોમાં ભય સાથે આક્રોશ ફેલાયો છે.

મશીન મા હાથ કપાઈ ગયો

આ બનાવની વિગત મુજબ તાંતીથૈયા સ્થિત પ્રભાકર પ્રોસેસર મિલ પ્રા.લિ.માં રણજીત એ. મહંતો (25)નામનો યુવાન ‘સેન્ટર મિલન મશીન’ પર સિલાઈ મશીન પર કામ કરી રહ્યો હતો. કામ કરતી વખતે અચાનક સાડીના છેડામાં તેનો ડાબો હાથ ફસાઈ ગયો હતો. બીજીતરફ મશીનના પાવપૂલ ખેંચાણને લઈને મજૂરનો હાથ ખભાના ભાગેથી કપાઈને જુદો પડી ગયો હતો.

હાથ કપાઈ ગયો ત્યાર બાદ લોહીલુહાણ હાલતમાં યુવતને સારવાર અર્થે કડોદરા સ્થિત લીલીબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે તેની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે સુરતની એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના મિલમાં સુરક્ષાની અપૂરતૂ વ્યવસ્થાની ચાડી ખાય છે. આ પ્રકારના ગંભીર અકસ્માતો માટે સુરત જિલ્લાના આૌદ્યોગિક એકમોના મિલ મેનેજમેન્ટ તથા જવાબદાર એન્જીનિયરોની બેદરકારી જવાબદાર હોવાનું કહેવાય છે. મિલમાં મશીનોની જાણી વ્યવસ્થિત રીતે થતી નથી સાથે સાથે સુરક્ષાના નિયમોનું પાલન પણ થતું નથી. એટલુંજ નહી ભોગ બનનારા મજુરોના અવાજને શાંત કરવાના અને બનાવોને દબાવી દેવાના પ્રયત્નો પણ કરાય છે.

શ્રમ વિભાગની ભુમિકા સામે સવાલ

યુવાન મજુર પોતાના શરીરનો ભાગ ગુમાવે ત્યારે મિલની મિલની સલામતી વ્યવસ્થા ક્યાં ઉંઘતી હતી તેવો પ્રશન ઉભો થાય છે. માત્ર કાગળ પર કાર્યવાહી કરીને શ્રમ વિભાગ આ ઉદ્યોગપતિઓને છાવરી રહ્યા છે કે શું? તેવો પણ પ્રશન ઉભો થાયછે.

તાત્કાલિક પિડીત યુવકને યોગ્ય વળતર આપવા માગ

આ બનાવને પગલે તાંતીથૈયાના મજુરોમાં આક્રોશ ફેલાયો છે. આ બનાવમાં બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ અને મિલ માલિકો સામે કડક કાર્યવાહીની તેમણે માંગણી કરી હતી. તે સિવાય ભોગ બનનારા યુવકને યોગ્ય વળતરની પણ માંગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  ભમાંથી પરત આવતી ગુજરાતના પ્રવાસીઓની બસને અકસ્માત, ગોતાના અંબિકા દાલવડાના માલિકના પુત્રનો હાથ કપાયો

આ પણ વાંચો:  સુરત : તુલસીનું કુંડુ હાથ પર પડતા વ્યક્તિનો હાથનો પંજો કપાયો

આ પણ વાંચો:  રાજકોટમાં સર્જાયો અકસ્માત; પતંગની દોરીથી યુવકનો કપાયો કાન