Not Set/ વિજય રૂપાણીએ રાજીનામુ આપી દીધું છેઃ હાર્દિક પટેલ

રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે બુધવારે મળેલી કેબીનેટ બેઠક મળી હતી અને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજીનામું આપી દીધું છે. ભાજપે આ અંગે ક્યારની તજવીજ હાથ ધરી દીધી છે. રૂપાણી ગુજરાતના સીએમ બન્યા છે ત્યારથી કાનૂની વ્યવસ્થાથી લઇ રાજ્યની વ્યવસ્થા ન સંભાળી શકવાના કારણો છે. તેમનું રાજીનામું આગામી સમયમાં મંજૂર કરવામાં આવશે, આગામી […]

Top Stories Gujarat

રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે બુધવારે મળેલી કેબીનેટ બેઠક મળી હતી અને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજીનામું આપી દીધું છે. ભાજપે આ અંગે ક્યારની તજવીજ હાથ ધરી દીધી છે. રૂપાણી ગુજરાતના સીએમ બન્યા છે ત્યારથી કાનૂની વ્યવસ્થાથી લઇ રાજ્યની વ્યવસ્થા ન સંભાળી શકવાના કારણો છે.

તેમનું રાજીનામું આગામી સમયમાં મંજૂર કરવામાં આવશે, આગામી ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે તેમ પણ હાર્દિકે કહ્યું હતું. મારો દાવો છે કે, ક્ષત્રિય કે પાટીદારને મુખ્યમંત્રી બનાવવાની ભાજપને ઇચ્છા છે.

તો બીજી તરફ રૂપાણીએ આ અંગે કહ્યું કે, મને કંઈ ખબર નથી. વિજય રૂપાણી આજે સાબરકાંઠાના પોશીના ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ દરમિયાન તેમને રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અંગે પૂછવામાં આવતા તેમણે કેબિનેટની બેઠકમાં આવી કોઈ ચર્ચા થઈ હોવા અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ વાત માત્ર અફવા છે. તેમણે રાજીનામું આપ્યાની અફવા સોશિયલ મીડિયામાં ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં હાર્દિકે મહાક્રાંતિ સભા યોજી હતી.

જો કે તે મેદાનમાં પટેલ સમાજનું સંમેલન કરવાની મંજૂરી હતી અને તેના બદલે સભા યોજી હતી તેને લઇ માલવિયા નગર પોલીસસ્ટેશને ગુનો નોંધ્યો હતો. આ ગુનાને લઇ આજે હાર્દિક રાજકોટ આવ્યો હતો અને જવાબ રજૂ કર્યો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશન બહાર હાર્દિકની સાથે મોટી સંખ્યામાં પાસના કાર્યકરો ઉમટી પડ્યા હતા.