Not Set/ સુરત : તુલસીનું કુંડુ હાથ પર પડતા વ્યક્તિનો હાથનો પંજો કપાયો

સુરતમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એવી વસ્તુથી થયો છે જેના કારણે એક વ્યક્તિએ પોતાના હાથનો પંજો ગુમાવો પડ્યો છે. સુરતના લીંબાયતમાં અકસ્માતમાં એક વ્યક્તિનો હાથનો પંજો કપાઈ ગયો છે. જેમાં વ્યક્તિ તેના ઘરની બહાર તુલસીનો ક્યારો લગાવવા જતા તુલસીનો ક્યારો તેમના હાથ પર પડ્યો હતો. અને તેમાં […]

Top Stories Gujarat Surat

સુરતમાં એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એવી વસ્તુથી થયો છે જેના કારણે એક વ્યક્તિએ પોતાના હાથનો પંજો ગુમાવો પડ્યો છે.

mantavyanews.com

સુરતના લીંબાયતમાં અકસ્માતમાં એક વ્યક્તિનો હાથનો પંજો કપાઈ ગયો છે. જેમાં વ્યક્તિ તેના ઘરની બહાર તુલસીનો ક્યારો લગાવવા જતા તુલસીનો ક્યારો તેમના હાથ પર પડ્યો હતો. અને તેમાં મંગલભાઈનો હાથ કપાઈ ગયો હતો. ઘટનામાં મંગલભાઈનો હાથ કાંડાથી છૂટો થઈ ગયો હતો.

mantavyanews.com

ઘટના બનતા પરિવારજનો તેમને કપાયેલા હાથના પંજાને કોથળીમાં ભરી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ખાનગી હોસ્પિટલે સારવાર ન કરતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

mantavyanews.com

ઉલ્લેખનિય છે કે જે તુલસીનો ક્યારો તેમના હાથ પર પડ્યો હતો તે ક્યારાને ફરતે ધાર હતી જેના કારણે ઘટના બની હતી. હાલ તો દર્દીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.