Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સાદરા અને અલુવા ગામને જોડતા સાબરમતી નદી પર આશરે ₹89 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા નવા બ્રિજ (Gandhinagar Sadra Aluva Bridge)ના લોકાર્પણના માત્ર 48 કલાકમાં જ એપ્રોચ રોડ પર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદ બાદ રોડનો એક ભાગ ધસી જતાં સ્થાનિકોમાં આશ્ચર્ય અને રોષ બંને જોવા મળ્યા છે.
આ બ્રિજ (Gandhinagar Sadra Aluva Bridge)નું 21 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઓનલાઈન ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સ્થળ પર હાજર રહી કાર્યક્રમમાં જોડાયા હતા. નવા બ્રિજથી બંને ગામો વચ્ચેનું જોડાણ સરળ બનતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ થોડા જ દિવસોમાં એપ્રોચ રોડને થયેલા નુકસાનથી અનેક પ્રશ્નો ઉભા થયા છે.
Gandhinagar Sadra Aluva Bridge:ભારે વરસાદ બાદ એપ્રોચ રોડ ધસી પડ્યો
23 જુલાઈએ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે બ્રિજ (Gandhinagar Sadra Aluva Bridge)ના અલુવા તરફના એપ્રોચ રોડની માટી બેસી ગઈ હતી. જેના કારણે રોડનો એક ભાગ નીચે ધસી ગયો અને ત્યાં મોટું ગાબડું સર્જાયું. ઘટનાના ફોટા અને વીડિયો સામે આવતા સ્થાનિકોએ કામની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા છે.
તંત્રે વાહન વ્યવહાર વન-વે કર્યો
ઘટનાની જાણ થતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ઇજનેરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એપ્રોચ રોડ પર વાહન વ્યવહારને અસ્થાયી રીતે વન-વે કરવામાં આવ્યો છે. સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અકસ્માત સર્જાય નહીં.
સમારકામ શરૂ
પુલના સુપરવાઈઝરે જણાવ્યું કે એપ્રોચ રોડ પર નવી માટી ભરવામાં આવી હતી અને સતત વરસાદને કારણે તેમાં પાણી ઉતરતાં માટી બેસી ગઈ હતી. હાલ ગાબડામાં માટી ભરીને પ્રાથમિક સમારકામ કરવામાં આવ્યું છે. વરસાદની સ્થિતિ સામાન્ય બન્યા બાદ રોડનું કાયમી સમારકામ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો:રાજ્યમાં વરસાદથી ભારે નુકસાન: અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, 7 જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની વિનાશક અસર, રાજ્યમાં મૃત્યુઆંક 56 પર પહોંચ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: આણંદ, નવસારી,મહેસાણા અને પાટણમાં શાળા-કોલેજો બંધ, તંત્રે જાહેર કરી રજા
