રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુદ્ધની ઘોષણા પછી રશિયન સૈનિકો યુક્રેનની સરહદમાં પ્રવેશતાની સાથે જ વિશ્વભરમાં આ આક્રમણનો વિરોધ શરૂ થયો હતો.રશિયન દૂતાવાસોની સામે અને ટોક્યોથી ન્યૂયોર્ક સુધીના જાહેર સ્થળોએ આ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ દરમિયાન રશિયન સૈનિકો સાથે દલીલ કરતી યુક્રેનિયન મહિલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા જે નિર્ભયતા સાથે રશિયન સૈનિકોનો સામનો કરી રહી છે તેના ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થયા છે. લોકોએ મહિલાના વખાણ કર્યા અને તેને નિર્ભય ગણાવી. વીડિયોમાં રશિયન સૈનિકોની સામે ઉભેલી એક મહિલા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ (રશિયન સૈનિકો) તેમના દેશમાં શું કરી રહ્યા છે.
Woman in Henichesk confronts Russian military. “Why the fuck did you come here ? No one wants you!” 🤣#Russia #Ukraine #Putin pic.twitter.com/wTz9D9U6jQ
— Rogue (@IntelRogue) February 24, 2022
આ વીડિયો ક્લિપમાં મહિલાએ પહેલા સૈનિકોને પૂછ્યું- તમે કોણ છો? આના પર સૈનિકોએ જવાબ આપ્યો, ‘અમે અહીં અભ્યાન પર છીએ, કૃપા કરીને આ બાજુ જાઓ.’ આ રશિયન સૈનિકો છે તે જાણીને, આ મહિલા કહે છે, “તો તમે અહીં શું કરો છો? મશીનગન અને હેન્ડગન ધરાવતા સૈનિકો મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે, ‘અમારી ચર્ચાથી કંઈ જ નહીં મળે.’ પણ સ્ત્રી કોઈ પણ ડર વિના કહે છે – તમે હુમલાખોર છો, તમે અમારી જમીન પર આ બંદૂકો સાથે શું કરી રહ્યા છો? આ બીજ લો અને તેને તમારા ખિસ્સામાં મૂકો જેથી કરીને જ્યારે તમે નાશ પામો ત્યારે ઓછામાં ઓછા સૂર્યમુખી ઉગે. સૂર્યમુખી યુક્રેનનું રાષ્ટ્રીય ફૂલ છે.
