Not Set/ બેથી વધુ બાળકોને જન્મ આપે તો પાછો લઈ લેવો જોઈએ વોટિંગ અધિકાર : બાબા રામદેવ

હરિદ્વાર, યોગગુરુ બાબા રામદેવ હંમેશાની માટે પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે આ વચ્ચે વધુ એક તેઓની પ્રતિક્રિયા સામે આવી છે. બાબા રામદેવે કહ્યું હતું કે, “જો કોઈ ૨ થી વધુ બાળકોને જન્મ આપે તો તેઓનો વોટિંગ અધિકાર પાછો લઈ લેવો જોઈએ”. #WATCH: Yog Guru Ramdev says, "is desh mein jo hamari tarah […]

Top Stories India Trending

હરિદ્વાર,

યોગગુરુ બાબા રામદેવ હંમેશાની માટે પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે આ વચ્ચે વધુ એક તેઓની પ્રતિક્રિયા સામે આવી છે.

બાબા રામદેવે કહ્યું હતું કે, “જો કોઈ ૨ થી વધુ બાળકોને જન્મ આપે તો તેઓનો વોટિંગ અધિકાર પાછો લઈ લેવો જોઈએ”.

હરિદ્વારમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા તેઓએ ઉમેર્યું હતું કે, “આ દેશમાં જો અમારી જેમ જ કોઈ વ્યક્તિ લગ્ન ન કરે તો તેઓનું વિશેષ સન્માન થવું જોઈએ. જો લગ્ન કરે તો ૨ થી વધુ સંતાન પેદા કર્યા બાદ તેઓનો વોટિંગ અધિકાર પાછો લઈ લેવો જોઈએ”.

આ ઉપરાંત યોગગુરુએ ખાસ અંદાજમાં જણાવતા કહ્યું, “પ્રાચીનકાળમાં જનસંખ્યા ઓછી હતી, પરંતુ વેદોમાં તો ૧૦ ૧૦ સંતાન પેદા કરવા અંગે કહેવામાં આવ્યું છે. હવે જેનામાં સામથ્ય હોઈ તે કરી લેજો અને ૧-૨ અમને આપી દેજો. હવે તો આમ પણ દેશની કુલ વસ્તી ૧૨૫ કરોડથી વધુ છે”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, પરંતુ જો કોઈ પ્રજ્ઞાવાન પુરુષ કે સ્ત્રી છે, તો તે વિવેકશીલ અને પૂર્ણ જાગૃત આત્મા હોય તો તેઓ એક જ હજારો, લાખો અને કરોડો પાર ભારે પડી શકે છે. આ ભારતીય જ્ઞાનની પરંપરા છે”.