Mehsana News/ મહેસાણામાં રોડ રોમિયોનો ત્રાસ, સગીરાની કરી જાતીય સતામણી

પીડિત સગીરાના પિતાની ફરિયાદ મુજબ, કિશન ઠાકોર નામનો એક વ્યક્તિ લાંબા સમયથી તેની પુત્રીને હેરાન કરતો હતો.

Top Stories Gujarat Breaking News

Mehsana News: મહેસાણામાં (Mehsana) રોડ રોમિયો દ્વારા ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. તાજેતરમાં તોહુકો પાર્ટી પ્લોટ નજીક બનેલી એક ગંભીર ઘટનાએ ચિંતા વધારી દીધી છે. આ ઘટનામાં, એક સગીર છોકરીને વારંવાર ફોન કરીને જાતીય સતામણી (sexual harassment) કરવામાં આવી હતી અને આરોપીએ તેને ધમકી આપી હતી. આ ઘટનાના મુખ્ય આરોપી કિશન ઠાકોર સામે મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના મહેસાણા શહેરના તોહુકો પાર્ટી પ્લોટ વિસ્તારમાં બની હતી. પીડિત સગીરાના પિતાની ફરિયાદ મુજબ, કિશન ઠાકોર નામનો એક વ્યક્તિ લાંબા સમયથી તેની પુત્રીને હેરાન કરતો હતો. આરોપી સગીરાને વારંવાર ફોન કરતો, અશ્લીલ ટિપ્પણીઓ કરતો અને જાતીય સતામણી કરતો. એટલું જ નહીં, જ્યારે સગીરાએ આ ફોન કોલ્સનો જવાબ આપવાનું બંધ કરી દીધું, ત્યારે આરોપીએ ફોન પર વાત નહીં કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીઓને કારણે સગીરા અને તેનો પરિવાર ભયના વાતાવરણમાં જીવી રહ્યા હતા. આ ઘટના અંગે સગીરાના પિતાએ મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃમહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ

આ પણ વાંચોઃમહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!

આ પણ વાંચોઃપાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ