સ્થાનિક સ્વરાજ્યસંસ્થાની ચૂંટણી તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. 28 ફેબ્રુઆરી સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી યોજાશે તેવો અંદાજ આપવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મિટીંગનો દોર શરુ કરવામાં આવ્યો. કોરોનાકાળમાં ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સ અને અનેક રીતે કોરોના માર્ગદર્શીકાને પણ ચૂંટણી ખાસ કરીને પ્રચાર અને મતદાન સહિત પરીણામો સમયે ફોલો કરવી અનીવાર્ય છે ત્યારે આ વખતે ચૂંટણીપંચ દ્વારા આરોગ્ય વિભાગને પણ ચૂંટણી કામગીરી અને તૈયારીઓ સમયે લુપમાં રાખવામાં આવી રહ્યું છે.
વિધાનસભા બાદ હવે રાજ્યચૂંટણી પંચની મતદારયાદી ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. સાથે સાથે મતદાર યાદી સુધારણાનાં સેસન્સ પણ રહેશે. નિયત સમયમાં અને ભૂલ વિના ઝડપી કાર્ય સંપન્ન કરો તેવી હાકલ સાથે ચૂંટણીપંચ દ્વારા તમામ વિભાગને કામે લાગી જવા માટે કોર્પોરેશનને સૂચના આપવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
