- રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો હજાર રહી શકશે,
- જિલ્લા કક્ષાએ 400 લોકો હાજર રહી શકશે,
- તાલુકા કક્ષાએ 250 લોકો હાજર રહી શકશે,
- પ્રજાસત્તાક કાર્યક્રમ 56 મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે,
- માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ ફરજીયાત પાલન કરવુ પડશે,
- સામન્ય વહીવટ વિભાગે બહાર પડ્યો પરિપત્ર
પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે, ત્યારે આ દિવસે થતા કાર્યક્રમને લઇને સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ, રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ કેટલા લોકોની હાજરી રહેશે તે જણાવવામાં આવ્યુ છે.
આપને જણાવી દઇએ કે, રાજ્ય કક્ષાનાં કાર્યક્રમમાં 1000 લોકો હજાર રહી શકશે. જિલ્લા કક્ષાએ 400 લોકો હાજરી રહી શકશે, જ્યારે તાલુકા કક્ષાએ 250 લોકો હાજર રહી શકશે. ઉપરાંત પ્રજાસત્તાકનાં દિવસે થતો કાર્યક્રમ 56 મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે. સાથે આ કાર્યક્રમમાં હાજર લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર છે, ત્યારેે રોજનાં સામે આવી રહેલા કેસનાં આધારેે કહી શકાય કે, આ મહમારીથી ભારત ધીરે ધીરે બહાર આવી રહ્યુ છે. વળી જો ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે ઘટાડો થયો છે હજુ પૂર્ણતઃ આપણા જીવનથી તે ગયો નથતી, આ જ કારણ છે કે, આવનાર પ્રજાસત્તાક દિવસનાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગે SOP બહાર પાડી છે. જેમા ખાસ ઉલ્લેખ કર્યો છે કે જિલ્લા, તાલુકામાં કેટલા લોકો આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.
Gandhinagar: જાણો કયા ફ્રુટને મળ્યું ‘કમલમ’ નામ…….
ભાવ વધારો: સામાન્ય માણસ પર મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધુ એ…
Vaccination: ડીસામાં 60 તબીબોએ કોરોના વિરોધી રસી લીધી, જાણો ડોક્ટરે શું ક…
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
