અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આજે વાવના ઢીમા ખાતેથી ક્ષત્રિય વિજય સંકલ્પ યાત્રા યોજીને 2022માં ગુજરાતમાં ઠાકોર મુખ્યમંત્રીની માંગ કરી છે. જોકે તેમની યાત્રા દરમિયાન વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ જોડાતાં ઠાકોર મુખ્યમંત્રી બને તેને લઈને રાજકારણ ગરમાયુ છે. હારીજમાં આ યાત્રા પહોચી ત્યારે ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિની વિજય સંકલ્પ યાત્રા ઢીમાં ગામેથી પ્રસ્થાન કરી હારીજ મુકામે આવી પહોંચી હતી. જેમાં હારીજ તાલુકા એકતા સમિતિના હોદેદારો દ્વારા વિજય સંકલ્પ યાત્રાનું સ્વાગત કરી અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોરનું ફુલહાર પહેરાવી વાજતે ગાજતે સામૈયું કર્યુ હતું વધૂમાં નવઘનજીએ જણાવ્યું હતું કે, દરેક સમાજ એક બની સાથે રહે અને 2022માં સોનાનો સૂરજ ઉગશે. અમે ઠાકોર સમાજનાં મુખ્યમંત્રી બને તે માટે આ યાત્રા નીકાળી રહ્યા છીએ. 2022માં ઠાકોર જ મુખ્યમંત્રી બનવો જોઈએ. આ સરકારમાં ગરીબ અને વંચિતોનું કોઈ સાંભળતું નથી. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેથી સરકારમાં ઠાકોર, OBC, SC, ST સમાજનો વિકાસ થાય તે જરૂરી છે તો બીજી તરફ અને સમાજોએ પણ નવઘનજી ઠાકોરને સમર્થન આપ્યું હતું અને આ વખતે ગુજરાતમાં પરિવર્તન થાય તેવી વાત કરી હતી.

અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિનાં અધ્યક્ષ નવઘણજી ઠાકોરે આજે વાવના ઢીમામાં આવેલ ભગવાન ધરણીધરના દર્શન કરી ગુજરાતમાં 2022માં ઠાકોર સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી વિજય યાત્રાની શરૂઆત કરી છે. નવઘનજીએ ઢીમાં મંદિરમાં સંકલ્પ કર્યો કે, જો ગુજરાતમાં સોનાનો સુરજ ઉગશે તો તેવો ગેનીબેન સાથે હેલિકોપ્ટરમાં બેસીને ઢીમાં ભગવાનના દર્શન કરવા આવશે. જોકે વિજય યાત્રાની સભામાં નવઘનજીએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવા જોઈએ. અમારા સમાજના લોકોને પોલીસ સામાન્ય બાબતમાં દંડ આપે છે. અમારા સમાજનો કોઈ મંત્રી કે કેન્દ્રમાં મંત્રી નથી. 2022માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વાર માળા પહેરવાના છીએ. ઠાકોર સમાજનાં મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી આ યાત્રા ફાગવેલ સુધી જશે. આ યાત્રા 6 જિલ્લાઓ અને 33 વિધાનસભામાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસો કરશે.
આ પણ વાંચો : બોટાદમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂતળા દહન
