Not Set/ અલ્પેશ-હાર્દિકની રાજકોટમાં સંકલ્પ યાત્રા : નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક

પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ બાદ, હાર્દિક પટેલ અને અલ્પેશ સંકલ્પ યાત્રા પર નીકળ્યા છે. જે હેઠળ તેમણે ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી તેમજ મંગળા આરતી કરી હતી. સંકલ્પ યાત્રા ખોડલધામથી ગોમટા પહોંચી હતી. ત્યારબાદ રાજકોટમાં નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરવામાં આવી હતી. રાજકોટમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. […]

Gujarat Rajkot Trending

પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ બાદ, હાર્દિક પટેલ અને અલ્પેશ સંકલ્પ યાત્રા પર નીકળ્યા છે. જે હેઠળ તેમણે ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી તેમજ મંગળા આરતી કરી હતી.

mantavyanews.com

સંકલ્પ યાત્રા ખોડલધામથી ગોમટા પહોંચી હતી. ત્યારબાદ રાજકોટમાં નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરવામાં આવી હતી. રાજકોટમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિકે જણાવ્યું હતું કે, આજના પરિણામો દેશની દશા અને દિશા નક્કી કરશે.

હાર્દિકે જસદણ પેટા ચૂંટણી અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 13મી તારીખે વીંછીયામાં ખેડૂત સંમેલન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડશે. હાલ, રણનીતિના ભાગરૂપે જસદણ પેટા ચૂંટણીમાં ન જઈ શક્યાનું હાર્દિકે જણાવ્યું હતું.